કાશ્મીર ખીણને સળગાવવા કરોડો રૂપિયા પાકિસ્તાનથી આવે છેઃ નઈમ

શ્રીનગર: બે મહિના પૂર્વે માર્ચમાં ‘ઈન્ડિયા ટુડે’એ કાશ્મીરના કેટલાક પથ્થરબાજોને પોતાનાં કરતૂતોનું સ્વયંના મુખેથી કબૂલાત કરતા બતાવ્યા હતા. તેમાંથી એક જાકીર અહેમદ બટ્ટે જણાવ્યું હતું કે કંઈ રીતે તેણે એક કાર પર પેટ્રોલ બોમ્બ ફેંકીને બે લોકોના જીવ લીધા હતા. બટ્ટે એવું કબૂલાત કરી હતી કે કંઈ રીતે તેની પાસે હેન્ડલર્સ દ્વારા નાણાં પહોંચતા હતા. તેમનો ઈરાદો કાશ્મીર ખીણને બાનમાં રાખવાનો છે.

હવે ‘ઈન્ડિયા ટુડે’ની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે પથ્થરબાજોને રૂપિયા પૂરા પાડતા ફાઈનાન્શિયરનો પર્દાફાશ કર્યો છે. આ અંગે હવે નક્કર પુરાવા મેળવવામાં સફળતા મળી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે ખીણમાં તે આક્રોશ જોવા મળ્યો છે તેની સ્ક્રિપ્ટ પાકિસ્તાનમાં લખવામાં આવે છે. હુર્રિયતના ગિલાની ગ્રૂપના પ્રાંતિય અધ્યક્ષ નઈમ ખાન સાથે આ ટીમના અંડરકવર રિપોર્ટરોએ સંપર્ક સાધ્યો હતો અને સ્વયંને કાલ્પનિક ધન કુબેર ગણાવીને કાશ્મીરના અલગતાવાદીઓને ફંડિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ નઈમ ખાન ચોરી છુપીથી અંડર ક્વર રિપોર્ટર્સને મળવા દિલ્હી સુધી પહોંચી ગયો હતો.

નઈમે જે ખુલાસા કર્યા છે તે ખરેખર ચોંકાનારા છે. નઈમ ખાન છુપા કેમેરા પર એવી કબૂલાત કરતો કેદ થઈ ગયો છે કે પાકિસ્તાન છેલ્લાં છ વર્ષથી કાશ્મીરમાં ઉગ્ર દેખાવો કરવા માટે તરફડી રહ્યું છે. કાશ્મીર ખીણમાં હિંસા ભડકાવવા માટે કંઈ રીતે જંગી નાણાં ઘૂસાડવામાં આવે છે તેની પણ તેણે વાત કરી હતી. આ અંગે નઈમ ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાનથી સેંકડો કરોડો રૂપિયાથી વધુ રકમ આવે છે, પરંતુ અમે હજુ વધુ રૂપિયા આવે તેની અપેક્ષા રાખે છે.

નઈમ ખાને ઈસ્લામાબાદ કઈ રીતે કાળા નાણાંને સફેદ કરવાનું ચક્કર ચલાવે છે તેની પણ વાત કરી હતી. નઈમ ખાને જણાવ્યું હતું કે નાણાં ભંડોળ દર ત્રણ કે છ મહિને આવે છે. ક્યારેક ક્યારેક સાઉદી અરેબિયા થઈને નાણાં આવે છે તો ક્યારેક હપ્તામાં નાણાં આવે છે. નઈમ ખાને એવું પણ જણાવ્યું હતું કે જંગી નાણાં દિલ્હી થઈને આવે છે. અમારી સાથે સંકળાયેલા માણસો પોતાનું કમિશન કાપીને અમને પાકિસ્તાનથી આવેલા નાણાંની ડિલિવરી કરે છે. ‘ઈન્ડિયા ટુડે’ની તપાસમાં કઈ રીતે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના બિલ્લી મારાન અને ચાંદની ચોકની સાંકડી ગલીઓમાં ત્રાસવાદીઓ સાથે હમદર્દી રાખનારા આ હવાલા કારોબારને કઈ રીતે અંજામ આપે છે તેની ચોંકાવનારી વાતો કરી હતી.

‘ઈન્ડિયા ટુડે’ સાથેની વાતચીતમાં તહરિક-એ-હુર્રિયતના નેતા ગાઝી બાબાએ પણ જણાવ્યું હતું કે કાશ્મીર ખીણને ભડકે બાળવા માટેનું વળતર આર્થિક સ્વરૂપે આવે છે. સ્થિતિ સ્ફોટક રહેશે. હડતાળ ચાલુ રહેશે. વિરોધ કૂચો નીકળતી રહે, કોઈને દુકાન ખોલવાની મંજૂરી આપવામાં નહીં આવે. વાહન વ્યવહાર ઠપ કરી દેવામાં આવશે. આ કડીમાં નઈમ ખાને જણાવ્યું હતું કે જો રૂ. ૩૦૦થી રૂ. ૪૦૦ કરોડ વધુ મોકલવામાં આવે તો કાશ્મીર ખીણમાં અશાંતિ વધુ ત્રણ મહિના સુધી લંબાવી શકાશે. થાકની અસર ન જણાય તે માટે હજુ અમારે વધુ ઝંડા સળગાવવા પડશે.
http://sambhaavnews.com/

You might also like