બાલાકોટ પર પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ: જૈશના ટેરર ફન્ડિંગનો ચોંકાવનારો ખુલાસો

(એજન્સી) નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પો પર બોમ્બ વરસાવ્યા ત્યારે પાકિસ્તાને અનેક ખોટી હકીકતો રજૂ કરી દુનિયાને ગેરમાર્ગે ગોરવાની કોશિશ કરી હતી. ૨૬ ફેબ્રુઆરીએ ઈન્ડિયન ઓરફોર્સે કરેલી એર સ્ટ્રાઈકને પોકળ સાબિત કરવા માટે પાકિસ્તાના નાગરિકો, સરકારી અને બિનસરકારી માધ્યમોએ બનાવટી તસ્વીરો અને વિરોધાભાસી નિવેદનો જારી કરીને હદ વટાવી દીધી હતી. એક ભારતીય ન્યૂઝ ચેનલે હવે પાકિસ્તાનના કપટી ચહેરાને બેનકાબ કરી દીધો છે.

ઈસ્લામાબાદ તરફથી પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમાં આતંકી સંગઠનો સામે કરવામાં આવેલી કડક કાર્યવાહીના દાવા છતાં પણ જાણવા મળ્યું છે કે, સરહદ પાર જૈશ-એ-મોહમ્મદ હજુ પણ તેની ગતિવિધિઓ માટે ફન્ડ ઉઘરાવી રહ્યું છે. બાલાકોટમાં જૈશના કેમ્પ નજીક જ મસ્જિદમાં કામ કરનારા મોહમ્મદ નઈમે પત્રકારને જણાવ્યું હતું કે, ૨૬ ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં કેટલાક પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા. નઈમ સેહરીની નોર મસ્જિદમાં કામ કરે છે. નઈમે જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાના ચાર કે પાંચ લોકો માર્યા ગયા છે.

ત્યારબાદ ચેનલે બીજી એક મસ્જિદના ઈમામ રહમાનનો સંપર્ક કર્યો હતો. રહમાને ભારતીય વાયુસેનાના બોમ્બમારાને ‘કયામત કા મંજર’ ગણાવ્યો હતો. રહમાને જણાવ્યું કે, જૈશના કેમ્પ ચાલે છે તે મારતને એર સ્ટ્રાઈકમાં ભારે નુકસાન થયું હતું.

પાકિસ્તાન સતત એ વાતનો ઈનકાર કરતું રહ્યું છે કે, તેણે અમેરિકામાં બનેલા ફાઈટર પ્લેન એફ-૧૬નો ઉપયોગ ભારત વિરુદ્ધ કર્યો હતો. જ્યારે ભારતે પાકિસ્તાનના તોડી પાડવામાં આવેલા એફ-૧૬ વિમાનમાંથી છોડવામાં આવેલી મિસાઈલના ટુકડાઓ દુનિયા સામે રજૂ કર્યા હતા અને પાકિસ્તાનનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો હતો.

પીઓકે (પાકિસ્તાનના કબજાનું કાશ્મીર)ના એક પોલીસ અધિકારીએ કબૂલાત કરી હતી કે, પાકિસ્તાનનું એફ-૧૬ વિમાનનો કાટમાળ જ્યાં પડ્યો હતો એ જગ્યાની નાકાબંધી કરીને ચુસ્ત સુરક્ષા તહેનાત કરી દેવામાં આવી છે. આ અંગેની ગુપ્ત માહિતી કોઈને પણ ન આપવાના આદેશો ઉચ્ચસ્તરથી જારી કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત જૈશના ટેરર ફન્ડિંગનો પણ પર્દાફાશ થયો છે. પાકિસ્તાનમાં જૈશ હજુ પણ ફંડ ઉઘરાવી રહ્યું છે. જૈશના પ્રોપેગન્ડા વિંગના પ્રમુખ તાલ્હા સૈફ તરફથી પેશાવરથી પ્રકાશિત થતાં ‘અલ કલામ’ સાપ્તાહિક અખબાર દ્વારા જૈશ માટે ફંડ એકઠું કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. એ અખબારમાં ફંડ આપવા માટે દુબઈ સ્થિત મૂળ પાકિસ્તાની બિઝનેસમેનોના ફોન નંબર આપવામાં આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, જૈશનું પોતાનું કોઈ બેન્ક એકાઉન્ટ નથી પણ તેના સમર્થકોના ખાતામાં ફંડની રકમ જમા કરવામાં
આવે છે.

You might also like