ડરી ગયુ પાકિસ્તાન, ઇસ્લામાબાદમાં ઉડ્યા F16 વિમાન, લોકો આવી ગયા રસ્તા પર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ગઇ કાલે રાત્રે F-16 લશ્કરી વિમાન ઉડતા જોવા મળ્યા હતા. જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર જેટલના અવાજને સાંભળીને લોકો ગભરાઇને રસ્તા પર આવી ગયા હતા. ઉડી હુમલા બાદની પરિસ્થિતીને પગલે પાકિસ્તાનને  ભારત તરફથી કોઇ કાર્યવાહી થશે તેવી આ શંકા રાખી છે. જેને પગલે પાકિસ્તાને ફાઇટર પ્લેનની મદદથી વોર એક્સરસાઇઝ શરૂ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ઇસ્લામાબાદ પેશાવર હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની સેના યુદ્ધની તૈયારી કરી રહી છે અને સતર્ક બની ગઇ છે. F-16 વિમાનને ઇસ્લામાબાદના આકાશમાં 3-4 ચક્કર માર્યા હતા. જોકે આ યુદ્ધ દક્ષિણ એશિયાના  ગરીબ લોકો માટે યોગ્ય નથી. જેમની સંખ્યા પણ વધારે છે. જેમણે લોકોને એક જૂથ થઇ યુદ્ધ રોકવાનું આહવાન કર્યું છે.

પાકિસ્તાની મીડિયા તરફથી મળતી માહિતી મુજબ આ વાયુ સેનાનો એક મોટો અભ્યાસ હતો. અભ્યાસ પાંચ વર્ષમાં એક જ વખત થાય છે. તેમાં બધાજ વિમાન F-16 ન હતા. જેને પગલે ઇસ્લામાબાદ પેશાવર હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ લશ્કરી વિમાન આકાશમાં ઉડ્યા હતા.  ઉડી હુમલા બાદ પાકિસ્તાન પોતાની સેનાને યુદ્ધ માટે સજાગ કરી રહી છે.

You might also like