ભારતનાં નક્શાવાળા બિલથી પાકિસ્તાન ભડક્યું : પહોંચ્યુ UNનાં શરણે

ઇસ્લામાબાદ : ભારતમાં કાશ્મીરનાં ખાટો નકશાની વિરુદ્ધ કાયદો બનાવવા માટે પ્રસ્તાવિત બીલથી પાકિસ્તાન ભડક્યું છે. તેણે આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં ઉપાડ્યો છે. પાકિસ્તાને મંગળવારે આને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન જણાવીને યુએનને આ મુદ્દે દખલ કરવા માટેની અપીલ કરી હતી. પાકિસ્તાનનાં વિદેશ વિભાગનાં અનુસાર ન્યૂયોર્કમાં પાકિસ્તાનનાંસ્થાયી પ્રતિનિધિએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને પત્ર લખ્યો છે.

પાકિસ્તાને ભારતીય સંસદમાં ધ જિયોસ્પેશ્યલ ઇન્ફર્મેશન રેગ્યુલેશન બિલ 2016નાં ડ્રાફ્ટ અંગે ચિંતાવ્યક્ત કરી છે. તેમણે આગળ કહ્યું કે આ યુએનએસીનાં પ્રવધાનોનું ઉલ્લંઘન છે. ભારતનાં નકશામાં જમ્મુ કાશ્મીરનાં વિવાદિત હિસ્સાને પણ દેખાડવામાં આવ્યો છે. જે તથ્યાત્મક રીતે ખોટું છે. વિદેશ વિભાગે જણાવ્યું કે પાકિસ્તાને સુરક્ષા પરિષદ પાસે માંગ કરી છે કે તે ભારતને આદેશ આપે કે આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધનાં તમામ પગલા પાછા ખેંચે.

અત્રે ઉલ્લેખનીય છેકે ધ જિયો સ્પેશ્યલ ઇન્ફર્મેશન રેગ્યુલેશન બિલ 2016માં કહેવામાં આવ્યું છે કે ભારત સાથે જોડાયેલી કોઇ પણ ભૌગોલીક જાણકારી પ્રાપ્ત કરવા પ્રસારિત કરવા, પબ્લિશ કરવા અને વિતરિત કરતા પહેલા સરકારી ઓથોરિટી પાસે મંજુરી મેળવવી પડશે. તેમાં કહેવાયું છેકે કોઇ પણ વ્યક્તિને ઇન્ટરનેટ પ્લેટફોર્મ, ઓનલાઇન સર્વિસ કે અન્ય કોઇ પણ ઇલેક્ટ્રોનિક અથવા ફિઝિકલ ફોર્મમાં આંતરરાષ્ટ્રીય સીમા સહિત ભારતની ભૌગોલિસ સ્થિતીને ખોટી રીતે પ્રસારિત, પબ્લિશ અથવા તો વિતરિત ન કરવી જોઇએ. જો કોઇ પણ કાયદાનું ઉલ્લંઘન કરીને ભારતની ભૌગોલીક સ્થિતીની ખોટી જાણકારી પ્રાપ્ત કરશે તો તેનાં પર 1 કરોડ રૂપિયાથી માંડીને 100 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 7 વર્ષની સજા પણ થઇ શકે છે.

You might also like