ભારતથી ડરર્યું પાકિસ્તાન, રક્ષા બજેટ વધારીને 920 અરબ રૂપિયા કર્યું

પાકિસ્તાનઃ બોર્ડર પર સતત સીઝફાયરનું ઉલ્લઘન કરનાર પાકિસ્તાન ભારતને નુકશાન પહોંચાડવાના એક પણ પ્રયાસો છોડતું નથી. બોર્ડર પર તણાવ જાળવી રાખવા માટે શુક્રવારના રોજ પાકિસ્તાને રક્ષા બજેટ 7 ટકા વધારીને 920 અરબ ડોલર કરી દીધું છે. નેશનલ એસેમ્બલીમાં 2017-18નું નાણાકીય વર્ષ માટે સંધીય બજેટને રજૂ કરવા સાથે નાણામંત્રી ઇશહાક ડારે કહ્યું છે કે અમે રક્ષા બજેટ 860થી વધારેની 920 અરબ રૂપિયા કરી દીધું છે.

ડારએ આતંકિયોના સફાયા માટે ત્રણ વર્ષ પહેલાં શરૂ કરેલ જર્બ-એ-અજ્બ અભિયાનમાં યોગદાન આપનાર સશસ્ત્ર દળ માટે અપાવામાં આવનારા ખાસ ભથ્થામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે પાકિસ્તાનમાં 5.28 ટકા દરથી જીડીપી ગ્રોથ હાસલ કરવામાં આવ્યો છે. જે છેલ્લાં દસ વર્ષમાં સૌથી વધારે છે. જેનાથી તેમની અર્થવ્યવસ્થા 300 અરબ અમેરિકી ડોલરને પાર થઇ ગઇ છે.

http://sambhaavnews.com/

You might also like