પાક.માં રમઝાન દરમિયાન ટીવી અને રેડિયોમાં ગર્ભનિરોધકની જાહેર નહી

નવી દિલ્હી : પાકિસ્તાનમાં રમઝાનનાં પવિત્ર મહિનામાં ઇલેક્ટ્રોનિક મીડિયા અને રેગ્યુલેરિટી ઓથોરિટી (PEMRA)એ ટીવી પર ગર્ભનિરોધકની જાહેરાત અને હિંદી કાર્ટુન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ કોઇ ઘટનાનાં નાટ્યરૂપાંતર, જેમાં હિંસાનાં પુટ હોય અથવા બળાત્કાર પીડિતાની દુર્દશા દેખાડાતી હોય તે પ્રકારનાં કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પેમરાનાં ચેરમેન અબસાર આલમે નવા દિશાનિર્દેશોને બહાર પાડીને કહ્યું કે તમામ ટીવી ચેનલોને રમઝાનની પવિત્રતાનો ખ્યાલ રાખવો જોઇએ.

જો કોઇ ચેનલ નિયમો અને નિર્દેશોનું ઉલ્લંઘન કરતી જોવા મળશે તો તેનાં પર કડક કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાની ચેનલ એઆરવાયનાં સમાચારો અનુસાર આલમે કહ્યું કે ગુના પર આધારિત નાટ્ય રૂપાંતરનાં કાર્યક્રમ રેડ પર આધારિત કાર્યક્રમો પર 1 મેથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેનાં હેઠળ હવે કોઇ બળાત્કારનું દ્રશ્ય, આત્મહત્યાનાં પ્રયાસની ઘટનાઓ અથવા તેનાં પર આધારિત કોઇ પણ પ્રકારનાં નાટકને ટીવી પર પ્રસારિત નહી કરવામાં આવે.

નવા દિશાનિર્દેશોમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે ટીવી પર આ પવિત્ર મહિનામાં કોઇ દ્રશ્યો નહી દેખાડવામાં આવે. ઓથોરિટીએ કહ્યું કે આગળ ખોજી પત્રકારોનાં માટે પણ દિશાનિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે. આલમે કહ્યું કે અમે રોજિંદા જીવનમાં ટીવી ચેનલોને વધારે સમય આપે છે. જેથી તેનાં પર આ પ્રકારનાં કંટેન્ટ પ્રસારિત ન કરવામાં આવવા જોઇએ.

You might also like