પાકિસ્તાને મુંબઇ આતંકવાદી હૂમલાનાં મહત્વનાં શંકાસ્પદને દોષમુક્ત કર્યો

લાહોર : ગત્ત મહિને લશ્કરનાં એક પુર્વ આતંકવાદીને 2008નાં મુંબઇ આતંકવાદી હૂમલામાં સંડોવાયેલો હોવાનાં કારણે ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને પાકિસ્તાન ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ તેમ કહીને દોષમુક્ત કર્યા કે તેની વિરુદ્ધ કોઇ આરોપ સાબિત નથી થઇ શક્યા.

સુફયાન જફર પર મુંબઇ આતંકવાદી હૂમલાનાં મુદ્દે 14800 રૂપિયાની આર્થિક મદદ આપવાનો આરોપ હતો. ઉપરાંત સહ આરોપી જમીલ રિયાઝને એટેક માટે 30 લાખ 98 હજાર રૂપિયા આપવાનો આરોપ હતો. FIAને જો કે જફર વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. FIAનાં એક અધિકારીએ જણાવ્યું કે, જફર વિરુદ્ધ તપાસ દરમિયાન કોઇ પુરાવા નથી મળ્યા. જફર પર આરોપ હતો કે તેણે મુંબઇ આતંકવાદી હૂમલામાં ધરપકડ કરાયેલ એક શંકાસ્પદને આર્થિક મદદ કરી હતી જો કે તપાસ દરમિયાન તે સાબિત થયું નહોતું. જફરની ભુમિકા આ તપાસમાં સાબિત થઇ શકી નહોતી.

અધિકારીનાં અનુસાર કથિત આરોપ માટે જફર પર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ નહી કરવામાં આવે. અધિકારીએ જણાવ્યું કે આ અંગે 22 સપ્ટેમ્બરને આગામી સુનવણી સમયે FIA ટ્રાયલ કોર્ટમાં ચલાવવાનું રજુ કરશે પરંતુ તેની વિરુદ્ધ કોઇ આરોપ પત્ર દાખલ નહી કરવામાં આવે. મુંબઇ એટેકમાં નામ બહાર આવ્યા બાદથી જ જફર અંડરગ્રાઉન્ડ હતો. પાકિસ્તાનનાં પંજાબના ગુજરાવાલા શહેરનો રહેવાસી જફર તે 21 ભાગેડુ પૈકીનો એક હતો જે હાઇપ્રોફાઇટ ટેરસ કેસમાં વોન્ટેડ હતો.

You might also like