ચીને ભારત સાથે દોસ્તી વધારી પાક.ને કર્યું દૂરથી સલામ,પાડોશી દેશ ચિંતામાં…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની તમામ વિદેશ યાત્રામાં જે રીતે હિન્દુસ્તાનનો સિક્કો ચલાવ્યો અને પાકિસ્તાનને ઘેર્યું તેની છાપ પાક મીડિયા પર જોવા મળી.પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી મોદીનો ચીન પ્રવાસ છવાયેલો રહ્યો તો મોદી-જિનપિંગની સુમેળભરી મુલાકાતને પાકિસ્તાન માટે ખતરાનો સંકેત ગણાવ્યો. ભારત-ચીનની વધતી દોસ્તી પાકિસ્તાનને પચી રહી નથી.

ઉલ્લેખનીય છે કે,થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો ચીન પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા છે. મોદીનો આ પ્રવાસ ખુબજ ઉત્સાહવર્ધક અને દોસ્તીમાં નવું ઈંધણ પુરનારો રહ્યો. આ પ્રવાસથી બન્ને દેશ એકબીજાની નજીક આવ્યા અને એક નવા અધ્યાયના આંધણ મુકાયા. પરંતુ ભારત અને ચીનની વધતી મિત્રતાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. પાકિસ્તાન માની રહ્યું છે ભારત-ચીનના સંબંધો સુધરે એ સારા સમાચાર નથી.

આપને જણાવી દઇએ કે,પાકિસ્તાની મીડિયા માની રહ્યું છે કે ભારત-ચીનના સંબંધો સુધરે એ પાકિસ્તાન માટે ખતરાનો સંકેત છે. બન્ને દેશ વચ્ચે સારા વ્યાપારીક સંબંધ બનવા અને સરહદ પર તણાવ દૂર થવો એ પાકિસ્તાન માટે સારા સમાચાર નથી. ચીન પાકિસ્તાનનું સદાબહાર મિત્ર હતું પણ તે આજે ભારત તરફ ઝુકી રહ્યું છે. તો પાકિસ્તાનના બર્ખાસ્ત પ્રધાનમંત્રી નવાઝ શરીફે કહ્યું કે નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગાઢ દોસ્તી આપણા માટે ચિંતાજનક છે. પાકિસ્તાની પ્રશાસન પોતાની રાજનાયિક પકડ કમજોર કરતું જઈ રહ્યું છે. આપણે ઈતિહાસમાંથી સબક નથી લીધો. તેથી જ આજે ભારત અને ચીન નજીક આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દુનિયાના તમામ દેશોને જેમ જેમ પાકિસ્તાનની સચ્ચાઈ જાણવા મળતી જાય છે તેમ તેમ તેઓ પાકિસ્તાનને રામ રામ કહી રહ્યા છે અને હવે તો પાકિસ્તાનનું કહેવાતું સાચુ મિત્ર ચીન પણ તેને દૂર સલામ કરી રહ્યું છે. ચીન પણ સમજાઈ ગયું છે કે આ દેશે માત્ર આતંકવાદ, નિર્દોષોની હત્યા અને લોહી રેલાવા સિવાય કંઈ નથી કર્યું.

પ્રધાનમંત્રી મોદીએ પણ અનેક વાર પાકિસ્તાનને અલગ-અલગ કરવાની ચેતવણી આપી હતી, અને તે ચેતવણી આજે પાકિસ્તાનના સત્તાધીસોને સમજાઈ રહી છે,કે ભારત જે કહે છે તે કરીને બતાવે છે,આ વાત ખુદ પાકિસ્તાનના રક્ષા નિષ્ણાંતો કબૂલી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે નાપાક પાકિસ્તાનમાં કોઈ સુધારો આવે છે ? કે પછી આપણી એક જૂની કહેવત પ્રમાણે કૂતરાની પૂંછડી જમીન દાટો તોય વાંકીને વાંકી.

You might also like