પાકિસ્તાની વિસ્થાપિતોની જમીન બારોબાર વેચી દેવાનું કૌભાંડ

અમદાવાદ: પાકિસ્તાન અને ભારતના ભાગલા પડ્યા બાદ પાકિસ્તાનથી કેટલાક લોકો ભારત રહેવા આવી ગયા હતા ત્યારે પાકિસ્તાનથી ભારત આવેલા વિસ્થાપિતોને કેન્દ્ર સરકાર દ્વારા 1954માં શહેરના હાંસોલ અને સૈજપુર બોઘામાં જમીનો ફાળવી આપી હતી. આ સરકારી જમીનોમાં બોગસ સહી- સિક્કાઓ કરીને બારોબાર વેચાણ કરવા બદલ સરદારનગર પોલીસે રાજેશ શ્રીચંદ લાલવાણી અને પરસોતમ દાનોમલ હરવાણીની ધરપકડ કરીને છે. બન્ને આરોપીઓની પૂછપરછ દરમ્યાન ચોંકાવનારી હકીકતો બહાર આવવા પામી છે, જેમાં સરકારી જમીન વેચાણ કરવા માટે સરદારનગર ‌િસટી સર્વે કચેરીના ચાર પૂર્વ ૂમામલતદાર સહિત 30 લોકો સંડોવાયેલા છે, એટલુ જ નહીં સરકારી રેર્કડનો નાશ કરવામાં આવ્યો હોવાનું બહાર આવવા પામ્યું છે. પોલીસે બન્ને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ભારત–પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનથી કેટલાક ભારત આવ્યા હતા. પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિતો માટે કેન્દ્ર સરકારે 1954માં શહેરના હાંસોલ અને સૈજપુર બોઘામાં 526 એકર ગુંઠા જમીન રહેણાક અને વાણિજય ઔદ્યોગિક હેતુ માટે ફાળવી આપી હતી, જેના વહીવટદાર તરીકે કલેકટરને મૂકવામાં આવ્યા હતા. આ સરકારી જમીન પાકિસ્તાન વિસ્થાપિતોને ફાળવી આપવામાં આવી હતી, જ્યારે બાકીની સરકારી જમીનો કલેકટર હસ્તક રાખવામાં આવી હતી. 1967માં સરદારનગર ખાતે આવેલી ‌િસટી સર્વેની કચેરીને સરકારી જમીનો સાચવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી.

બીજી તરફ સરકારી જમીનો ઉપર ભૂ માફિયાઓની નજર પડતાં બનાવટી દસ્તાવેજો જૂની તારીખના તૈયાર કરીને સરકારી કચેરીના રેર્ક્ડમાં નામે કરાવીને જમીનનો કબજે મેળવી લીધો હતો. ત્યાર બાદ સરકારી અધિકારીઓના મેળાપીપણામાં વેચાણ કરવામાં આવતું હતું. દરમ્યાનમાં સરદારનગર ‌િસટી સર્વે કચેરીના અધિકારી જી.જી. ખલીફાના ધ્યાને બનાવટી દસ્તાવેજ આવતાં તેમણે તપાસ કરી હતી ત્યારે ખબર પડી કે પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિતો માટે રાખવામાં આવેલી જમીનો પચાવીને રેર્ક્ડમાં તેમનાં નામ દાખલ કરાવ્યા છે, જેની જાણ સરદારનગર પોલીસને કરવામાં આવી હતી.

રાજેશ શ્રીચંદ લાલવાણી અને પરસોતમ દાનોમલ હરવાણીની ધરપકડ કરીને પૂછપરછ કરતા જમીન લે-વેચનું કામ કરે છે. તેમની સાથે જમીન કૌભાંડમાં ગોપીચંદ, નાનુભાઈ ભરવાડ, ચાર મામલતદાર સહિત 30 જણા દ્વારા આ કૌભાંડ સંડોવાયા હોવાનું બહાર અાવ્યું છે. સરદારનગર પોલીસમથકના પીએસઆઈ એલ.જી. ખરાડીએ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

You might also like