26/11 હૂમલા માટે પાકિસ્તાને બીજા વધારે પુરાવાની માંગણી કરી

ઇસ્લામાબાદ : 26/11 મુંબઇ હૂમલા કેસનાં ટ્રાયલને ટુંક જ સમયમાં પતાવવા માટે પાકિસ્તાને ભારત પાસેથી વધારે પુરાવાઓની માંગણી કરી છે. આ હૂમલામાં લશ્કર એ તોયબાનાં કમાન્ડર જકી ઉર રહેમાન લખવી અને 6 અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ગુરૂવારે પાકિસ્તાન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા નફીશ જકારિયાએ આની જાણકારી આપી હતી. જકરિયાએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું કે અમારા વિદેશ સચિવે ભારતનાં વિદેશ સચિવ પાસે મુંબઇ કેસમાં વધારે પુરાવાઓની માંગણી કરી છે.

નફીસે જણાવ્યું કે મુંબઇ કેસ ટ્રાયલને પુરા કરવા માટે પુરાવાઓ માંગવામાં આવ્યા છે. અત્યાર સુધી ભારતની તરફથી રાજીનામાનો જવાબ નથી આપવામાં આવ્યો. જો કે જકારિયાએ તે નથી જણાવ્યું કે પાકિસ્તાન વિદેશ સચિવે તેનાં માટે પત્ર ક્યારે લખ્યો હતો અને તેનો કોઇ જવાબ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે કે નહી. 2008માં 26/11નાં રોજ થયેલ મુંબઇ હૂમલામાં 166 લોકોનાં મૃત્યુ નિપજ્યા હતા. પાકિસ્તાને લખવી સહિત લશ્કરનાં 7 આતંકવાદીઓની આ કેસમાં ધરપકડ કરી હતી.

લખવી ઉપરાંત અબ્દુલ વાજિદ, મઝહર ઇકબાલ, હમાદ અમીન સાદિક, શાહિદ જમીલ રિયાઝ, જમીલ અહેમદ અને યૂનિસ અંજુમને આરોપી બનાવ્યા હતા. ગત્ત વર્ષે લખવીને જામી પર મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી લખવી ગુપ્ત સ્થળે રહી રહ્યો છે. 6 અન્ય આરોપી રાવલપિંડીની આદિયાલા જેલમાં બંધ છે. પાકિસ્તાનમાં 6 વર્ષથી મુંબઇ કેસમાં ટ્રાયલ ચાલી રહ્યું છે. ભારત સતત પાકિસ્તાન પર કેસનાંટ્રાયલનો અંત લાવવા બદાણ કરી રહ્યું છે. ભારત તરફથી નિવેદન આવી ચુક્યું છે કે પાકિસ્તાનને પુરતા પુરાવા સોંપવામાં આવી ચુક્યા છે. જ્યારે પાકિસ્તાન આ દાવાનો ઇન્કાર કરી રહ્યું છે.

You might also like