મોતની સજા વિરુદ્ધ 60 દિવસની અંદર જાદવ કરી શકે છે અપીલ : પાક.

નવી દિલ્હી : પાકિસ્તાનનાં સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનાં ભારતીય નાગરિક કુલભૂષણ જાદવને થયેલી ફાંસીની સજા પર મંગળવારે કહ્યું કે જાધવનાં મોતની સજાની વિરુદ્ધ 60 દિવસની અંદર અપીલ કરી શકે છે. આસિફે જાદવ મુદ્દે કાયદેસરની પ્રક્રિયાનું પાલન નહી કરી શકવાનાં ભારતનાં આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને કાયદાકીય પ્રક્રિયાનું સંપુર્ણ પાલન કરવામાં આવ્યું છે.

સમાચાર પત્ર ડોનનાં અનુસાર આસિફે પાકિસ્તાની સેનેટમાં કહ્યું કે, ભારત જાધવની સજા માટે પૂર્વ નિયોજીત શબ્દનો ઉપયોગ કરી રહ્યું છે. અમે આ મુદ્દે સંપુર્ણ કાનુની પ્રક્રિયાનું પાલન કર્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન દેશની સુરક્ષા મુદ્દે કોઇ જ ભાબતે ઢીલ નહી રાખે. તેમણે કહ્યું કે પાકિસ્તાન જેટલો આતંકવાદનું નિશાન બને છે તેટલું કોઇ અન્ય દેશ નથી બન્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય નાગરિક જાદવનાં મોતની સજા માટે ભારતનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ભારતે વિરોધમાં કહ્યું કે જો એક ભારતીય નાગરિક વિરુદ્ધ આ સજા કાયદો અને ન્યાયનાં મુળ માનદંડોને જોયા વગર જ થાય છે. તો ભારત સરકાર અને અહીંના લોકો તેને પૂર્વ નિયોજીત હત્યાનો કેસ માનશે.

You might also like