રાજ્યસભામાં ઉઠી પાકિસ્તાનને આતંકવાદ પોષનાર દેષ જાહેર કરવાની માંગ

728_90

નવી દિલ્હી : પાકિસ્તાનને આતંકવાદને પોષનાર દેષ જાહેર કરવા તથા તેા આર્થિક અને વ્યાપારિક સંબંધ સમાપ્ત કરવાનું પ્રવધાનવાળુ એક ખાનગી વિધેયક રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. અપક્ષ સભ્ય રાજીવ ચંદ્રશેખરે આતંકવાદ પોષક દેશ જાહેર કરવાનું વિધેયક, 2016 ઉચ્ચ સદનમાં રજુ કરવામાં આવ્યું હતું.

આ ખાનગી વિધેયક રજુ કરતા ચંદ્રશેખરે કહ્યું કે ભારત પોતાનાં પાડોશી પાકિસ્તાનમાં રહેલા તત્વોની આતંકવાદી ગતિવિધિઓને સતત શિકાર થતુ રહ્યું છે. તેમણે કહ્યું કે નક્કર પુરાવા હોવા છતા પણ પાકિસ્તાને એવા તત્વોની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નથી કરી. આ ક્રમમાં તેમણે સંસદ પર હૂમલો, મુંબઇ આતંકવાદી હૂમલો સહિત અલગ અળગ આતંકવાદી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

ચંદ્રશેખરે કહ્યું કે ગત્ત વર્ષે જ પઠાણકોટ, ગુરદાસપુર અને મછિલ સહિત કેટલાય આતંકવાદી હૂમલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો રેકોર્ડ છે કે તે કેટલાક દશકોથી ભારતમાં આતંકવાદીઓને આશ્રય આપી રહ્યો છે. તેમણે માંગ કરી કે પાકિસ્તાનને આતંકવાદ પોષનારો દેષ જાહેર કરવામાં આવે અને વ્યાપારિક સંબધ કાપી નાખવામાં આવે. આ સાથે જ તેમણે માંગ કરી કે પાકિસ્તાનને અપાયેલા સર્વાધિક મહત્વનું રાષ્ટ્ર (એમએફએન)ના દરજ્જા પર પુનર્વિચાર કરે.

You might also like
728_90