પાકિસ્તાની ટીમ આવી પહોંચી કોલકાતા : જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

કોલકાતા : લેખિતમાં સિક્યુરિટી ગેરેન્ટીની માંગ કરી રહેલી પાકિસ્તાની ટીમ ટી-20 વર્લ્ડ કપ રમવા માટે અંતે આજે રાત્રે કોલકાતા પહોંચવાની છે. ટીમ શુક્રવારે રાત્રે અબુધાબી જવા રવાનાં થઇ હતી. આ પહેલા બીસીસી પ્રેસિડેન્ટ શહરયાર ખાને અન્ય પ્લેયર્સ સાથે મીટિંગ કરી હતી. મહત્વપુર્ણ છે કે 19 માર્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલકાતા ઇડનગાર્ડન ખાતે મેચ રમાવાની છે. ભારત પાકિસ્તાન મેચ પહેલા એન્ટી ટેરરીસ્ટ ફ્રન્ટ ઓફ ઇન્ડિયાએ મતા બેનર્જીને ધમકી આપી છે કે જો આ મેચ રમાશે તો તેઓ ઇડન ગાર્ડનની પીચ ખોદી નાખશે.

જો કે મીડિયા સાથે વાતચીત નહી કરવા માટે પાકિસ્તાની ખેલાડીઓને સ્પષ્ટ સૂચનાં આપવામાં આવી છે. પ્લેયર્સની સાથે સાથે ટીમ મેનેજમેન્ટે ખાસ સલાહ આપવામાં આવી છે અને તેમને કહેવામાં આવ્યું કે મીડિયા અને અજાણ્યા લોકોને નહી મળવા તથા તેમની પાસેથી કોઇ ભેટ નહી સ્વિકારવા માટેની સલાહ આપવામાં આવી છે. કાર્યક્રમ હેઠળ ગુરૂવારે પાકિસ્તાની ટીમને પહોંચવાનું હતું. પાકિસ્તાની અખબાર ડોન અુસાર ભારત આવવાનો અંતિમ નિર્ણય નવાઝ શરીફે લીધો હતો.

અગાઉ શુક્રવારે બપોરે નવી દિલ્હીમાં પાકિસ્તાનનાં હાઇ કમિશનર અબ્દુલ બાસિતે ગૃહમંત્રાલયનાં સેક્રેટરી સાથે મુલાકાત કરી હતી. જેમાં ભારત તરફથી પાકિસ્તાનને તમામ સિક્યુરિટીની ગેરેન્ટી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન મેચનું સ્થળ ધર્મશાળાથી કોલકાતા ખાતે ફેરવવામાં આવી હતી. જો કે કોલકાતામાં પણ હાલ પાકિસ્તાની ટીમ અને તેની મેચનો વિરોધ થઇ જ રહી છે. જેનાં કારણે સમગ્ર મામલો માધ્યમોમાં ચમક્યો હતો.

You might also like