પાકિસ્તાન ભારતમાં રમવા તૈયાર છેઃ પીસીબી

કરાચીઃ PCBના અધ્યક્ષ શહરયાર ખાને જણાવ્યું છે કે અમે સુરક્ષાનું જોખમ હોવા છતાં અમારી ટીમ ભારત મોકલવા માટે તૈયાર છીએ. અમે તો ભારતમાં રમવા માટે પણ તૈયાર છીએ, પરંતુ BCCI પોતાના દેશમાં પણ અમારી સાથે રમવા માટે તૈયાર નથી. શહરયાર ખાને કહ્યું કે ICCનું પણ માનવું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેની શ્રેણી ક્રિકેટની દુનિયામાં સૌથી મહત્ત્વપૂર્ણ શ્રેણી છે. અમે અમારા કાર્યક્રમ અનુસાર ચાલીશું, પરંતુ ભારત સામે શ્રેણી ન હોવાથી અમને નાણાકીય નુકસાન થઈ રહ્યું છે. BCCI સાથે થયેલા કરારમાં ક્યાંય એવું નથી લખ્યું કે ભારત સરકારની મંજૂરી મળ્યા બાદ જ પાકિસ્તાન સામે શ્રેણી રમાશે.”
http://sambhaavnews.com/

You might also like