પાકિસ્તાની ક્રિકેટ ટીમ આવશે ભારત : નવાઝ શરીફે આપી મંજુરી

ઇસ્લામાબાદ : ટી-20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ શુક્રવારે રાત્રે અથવા શનિવારે સવારે કોલકાતા પહોંચશે. નવાઝ શરીફે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને મંજૂરી આપી દીધી છે. મહત્વપુર્ણ છે કે આ પહેલા PCB પોતાની ટીમની સિક્યુરિટી માટે ભારત સરકાર પાસે લેખિતમાં ગેરેન્ટી માંગી હતી. ગૃહપ્રધાન રાજનાથ સિંહે પણ તમામ ટીમોને સુરક્ષા પુરી પાડવા જણાવ્યું હતું. 19 માર્ચે કોલકાતાનાં ઇડન ગાર્ડનમાં ભારત અને પાકિસ્તાન વટ્ચે ટી-20 મેચ રમાશે.

ભારત અને પાકિસ્તાન ટી-20 મેચ ધર્મશાળાથી કોલકાતા ફેરવવામાં આવી હતી. જો કે તેમ છતા પણ પાકિસ્તાને વર્લ્ડ કપમાં ભાગ લેવા અંગે કોઇ નિર્ણ જાહેર કર્યો નહોતો. પાકિસ્તાને કહ્યું કે ટીમ મોકલવા માટે ભારત સરકાર પાસેથી તેને લેખિતમા સિક્યુરિટીની ગેરેન્ટી જોઇએ છે. જો કે પાકિસ્તાન ઇચ્છતું હતું કે સરકાર સિક્યુરિટીની ગેરેન્ટી વિશે જાહેરાત કરે અથવા લેખિતમાં ગેરેન્ટી આપે.

ઉલ્લેખનીય છે કે બુધવારે આઇસીસીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે પહેલા 19 માર્ચે ધર્મશાળામાં રમાનારી મેચ હવે કોલકાતામાં રમાશે. પાકિસ્તાને પહેલા મેચને ધર્મશાળાથી અન્યસ્થળે શિફ્ટ કરવાની માંગ કરી હતી. પરંતુ હવે તે નવી શરત સામે મુકી રહ્યું છે. જો કે ભારત સરકાર દ્વારા પાકિસ્તાની ખેલાડીઓ ઉપરાંત પાકિસ્તાનથી આવનારા ચાહકોની પણ ગેરેન્ટી આપી હતી. જો કે પાકિસ્તાન પોતાની હંમેશાની આદત અનુસાર છેલ્લી ઘડીએ હા પાડી હતી. પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા ખેલાડીઓને રમવા માટેની પરવાનગી આપી દેવામાં આવી હતી.

You might also like