પાકિસ્તાની ટીમ શુક્રવારે આવશે ભારત : 16મીએ યોજાશે કોલકાતામાં હાઇવોલ્ટેજ મેચ

નવી દિલ્હી : T-20 વર્લ્ડ કપ રમવા માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમ શુક્રવારે ભારત આવશે. 16 માર્ચે પાકિસ્તાન ક્વોલિફાયર ટીમ સામે કોલકાતામાં મેચ રમી વર્લ્ડ કપનાં અભિયાનનો પ્રારંભ કરશે. 19 માર્ચે પાકિસ્તાન ભારત સામે મેચ રમશે. ભારત-પાક ટી20 મેચ ધર્મશાળાથી કોલકાતા રમાવાની જાહેરાત કરવામાં આવી હોવા છતા પણ પાકિસ્તાન હજી પણ એક પછી એક શરતો મુકી રહ્યું છે. પાકિસ્તાને કહ્યું કે ટીમ મોકલવા માટે તેને ભારત સરકાર પાસેથી લેખિત સિક્યુરિટીની ગેરેન્ટી જોઇએ છે.

પાકિસ્તાન ઇચ્છે છે કે ભારત સરકાર સિક્યુરિટીની ગેરેન્ટી વિશે જાહેરાત કરે અથવા તો પછી પાકિસ્તાનને લેખિત ખાત્રી આપે. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે આઇસીસી દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. પહેલા 19 માર્ચે ધર્મશાળામાં રમાનાર મેચ હવે કોલકાતામાં રમાશે. પાકિસ્તાન પહેલા મેચને ધર્મશાળાથી અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની માંગણી મુકી હતી પરંતુ હવે તે નવી શરત મુકી રહ્યું છે. શહીદોનાં પરિવાર કેટલાક સંગઠનો ભારત – પાકિસ્તાન મેચનો વિરોધ કરી રહ્યા છે.

જો કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાય છે ત્યારે તે ખુબ જ હાઇવોલ્ટેજ ડ્રામા હોય છે. જેનાં કારણે આ મેચ દરમિયાન આઇસીસીને તગડી કમાણી થતી હોય છે. જેનાં કારણે આઇસીસી આ મેચ ગમે તે ભોગે કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે પાકિસ્તાન હવે આઇસીસીની મજબુરીનો લાભ ઉઠાવી રહ્યું છે અને વિવિધ માંગણીઓ કરી રહ્યું છે.

You might also like