ભારત સામે હારનાં સાઇડ ઇફેક્ટ : આફ્રીદીનો સંન્યાસ લગભગ નક્કી

કરાંચી : ટી-20 વર્લ્ડ કપમાં ભારતની સામે હાર્યા બાદ આફ્રીદીની કેપ્ટન્સી ખતરામાં આવી ચુકી છે. બાકીની ટુર્નામેન્ટમાં ટીમનાં પ્રદર્શનનાં બદલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ લગભગ આફ્રીદીને કેપ્ટનનાં પદ પરથી હટાવવાનો નિર્ણય કરી ચુક્યું છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડનાં એક સુત્રનાં અનુસાર બોર્ડ હવે નથી ઇચ્છતું કે આફ્રીદી કેપ્ટન તરીકે વધારે લાંબો સમય રહે. જેનાં કારણે સમજાવવા છતા પણ આફ્રીદીનાં ક્રિકેટ કેરિયરમાં હવે વધારે સમય નથી રહ્યો બોર્ડ તેને કેપ્ટન બનાવવાનાં મુદ્દે સ્પષ્ટ છે.

આફ્રીદી દ્વારા મીડિયાને આપવામાં આવેલા નિવેદનોથી બોર્ડ નાખુશ છે. જેનાં કારણે હવે તે અન્ય કોઇ ખેલાડીને કેપ્ટન બનાવવા અંગે વિચારે છે. પીસીબી ચેરમેન શહરયાર ખાને વર્લ્ડ કપ બાદ વર્તમાન પસંદગી સમિતીને પણ હટાવવાનાં સંકેતો આપ્યા છે. એક સુત્રનાં અનુસાર પાકિસ્તાન સેમિફાઇનલ સુધી પહોંચે અથવા વર્લ્ડકપ જીતી પણ જાય તો પણ હરૂન રશીદની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટી પોતાનો નિર્ણય લઇ ચુકી છે.

સૂત્રોએ જણાવ્યું કે એશિયા કપમાં ટીમનાં પ્રદર્શન અંગે એક કમિટી બનાવવામાં આવી હતી. જેની 3 બેઠકો થઇ ચુકી છે. કમિટી મેનેજમેન્ટ અને પસંદગીસમિતી નાખુશ છે. હરૂન પર મહત્વનાં નિર્ણયો મનસ્વી રીતે કરી લેવાનો આરોપ છે. સૂત્રોનાં અનુસાર બોર્ડ નવા કોચને નિયુક્ત કરવા અને વકાર યૂનુસને હવે હટાવવા માંગે છે. વકારનો કરાર ટીમની ઇંગ્લેન્ડ મુલાકાત પહેલા જ પુરો થવાનો છે. પહેલા બોર્ડનું મંતવ્ય હતું કે વકારનો કોન્ટ્રાક્ટ ઇંગ્લેન્ડ મુલાકાત સુધી વધારી દેવામાં આવે.

You might also like