પાકિસ્તાને ભારતીય ચેનલો પર પણ લગાવ્યો પ્રતિબંધ

ઇસ્લામાબાદ : પાકિસ્તાની ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટ્રી ઓથોરિટીએ અત્યાધિક પ્રમાણમાંવિદેશી ધારાવાહીકો દેખાડવાનાં કારણે ટીવી ચેનલો અને કેબલ ઓપરેટર પર સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. પીઇએમએએ આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે કેટલાક મહિનાઓની અંદર પાકિસ્તાની ડીટીએચ સેવાઓ ચાલુ કરવાની છે.

પીઇએણઆએનાં અધ્યક્ષ અબ્સાર આલમે બુધવારે જણાવ્યું કે કેબલ ઓપરેટર અને સેટેલાઇટ ચેનલોને કાયદાકીય રીતે યોગ્ય પ્રમાણમાં સમય આપવામાં આવશે જેથી તે વર્તમાનમાં દેખાડી રહેલા કાર્યક્રમોને સમય પોતાનાં અનુકુળ નક્કી કરી શખે. ત્યાર બાદ જે ચેનલ તથા ઓપરેટર તેવું નહી કરે તેની વિરુદ્ધ 15 ઓક્ટોબર બાદ સખત કાર્યવાહી કરવામાં આવશે.

જો કે તેમણે કહ્યું કે જે કેબલ ઓપરેટર ભારતનાં ડીટીએચ દેખાડે છે તેની વિરુદ્ધ તુરંત પ્રભાવથી કાર્યવાહી કરવામાં આવશે. પીઇએમઆરની બોર્ડ મીટિંગે તે પણ નિશ્ચિત કર્યું કે દેશમાં દેખાડાઇ રહેલ ભારતીય ચેનલો પર પ્રતિબંધ લગાવવામાં આવે. કારણ કે તેની પાસે પાકિસ્તાનમાં દેખાડવા માટેનો કાયદેસરનો અધિકાર નથી.

આલમે કહ્યું કે ભારતીય ડીટીએચનાં વેચાણ પર અંકુશ લગાવવા માટે પીઇએમઆએ ફેડરલ બોર્ડ ઓફ રેવન્યૂ, સ્ટેટ બેંક અને તેની એજન્સીઓ અને સંધીય તપાસ એજન્સીઓને પત્ર લખશે. તેમણે આગળ કહ્યું કે દેશમાં લગભગ 30 લાખ ભારતીય ડીટીએચ રોજ વેચાઇ રહ્યા છે. અમે તેનાં વેચાણ પર અંકુશ લગાવવાની સાથે તે પણ ભાળ મેળવીશું કે પાકિસ્તાન જે ડીટીએચ ખરીદે છે,તેની ચુકવણી તેઓ કયા માધ્યમથી કરે છે.

You might also like