પાકની કોર્ટનો ફેંસલો-લખવી સહિત અન્ય 6 સામે ચાલશે કેસ

ઇસ્લામાબાદ: મુંબઇમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલાના મુખ્ય આરોપીઓમાંથી એક ઝકીઉર રહેમાન લખવીની વિરૂદ્ધ હવે પાકિસ્તાનની કોર્ટમાં મુંબઇ હુમલા માટે ઉશ્કેરવાનો કેસ ચાલશે. પાકિસ્તાનની એન્ટી ટેરર કોર્ટે આ ફેંસલો લીધો છે. લખવી ઉપરાંત 6 અન્ય લોકો વિરૂદ્ધ પણ કેસ ચલાવવામાં આવશે. કોર્ટે આ બધાને 26/11 હુમલામાં દોષી ગણતાં આ ફેંસલો લીધો છે.

લખવી પર હુમલાવર આતંકવાદીઓને ઉશ્કેરવાનો આરોપ છે, જેના પુરાવા ભારત ઘણીવાર પાકિસ્તાનને સોંપી ચૂક્યું છે. આ આતંકવાદી હુમલામાં 166 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ભારતીય સુરક્ષાબળોએ એક માત્ર જીવિત આતંકવાદી અજમલ કસાબને પકડ્યો હતો.

આતંકવાદી કસાબે આપેલા પોતાના નિવેદનમાં આતંકના માસ્ટર માઇન્ડ લખવીનું નામ લીધું હતું. કસાબે કહ્યું હતું કે લખવીએ તેને હુમલા માટે ઉશ્કેર્યો હતો. ત્યારબાદ જ ભારત સતત લખવી વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યો હતો. પાકિસ્તાને કોર્ટમાં હવે આ મામલે 25 મેના રોજ સુનાવણી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનથી આવેલા 10 આતંકવાદીઓએ નવેમ્બર 2008માં મુંબઇમાં ઘુસીને નરસંહારને અંજામ આપ્યો હતો. જવાબી કાર્યવાહીમાં 9 આતંકવાદીને ઠાર માર્યા હતા અને અને એકને જીવતો પકડી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ કાનૂની પ્રક્રિયા હેઠળ ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો હતો.

You might also like