નવાઝ શરીફ પોતાની જ પાર્ટીના અધ્યક્ષ પદેથી હાંકી કઢાયા

પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ હવે પાર્ટીનું નેતૃત્વ કરી શકશે નહીં. એટલે કે નવાઝ શરીફને સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ પદેથી બરખાસ્ત કર્યાં છે.

સુપ્રિમ કોર્ટે એવું પણ કહ્યું કે, પાર્ટી અધ્યક્ષ તરીકે નવાઝ શરીફે જે નિર્ણયો લીધા છે, તે અયોગ્ય છે. સુપ્રિમ કોર્ટે ગયા વર્ષના જુલાઈ મહિનામાં નવાઝ શરીફને પનામા લીક્સ મામલે દોષી સાબિત કર્યા હતા. જેના બાદ તેઓ વડાપ્રધાન પદ માટે અયોગ્ય ગણાઈ ગયા હતા.

સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ નવાઝ શરીફે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. વડાપ્રધાન પદેથી હટાવ્યા બાદ પણ પાર્ટીએ નવાઝ શરીફને અધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા, પરંતુ હવે સુપ્રિમે તેમને અધ્યક્ષ પદ માટે અયોગ્ય ગણાવી દીધા છે. સુપ્રિમના આદેશ બાદ શરીફ હવે પોતાની જ પાર્ટીનું નેતૃત્વ કરી શકશે નહીં.

You might also like