સુષ્માના ભાષણ પર ભડક્યું પાકિસ્તાન, આપી આવી પ્રતિક્રિયા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાને ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલા ભાષણ પર પલટવાર કર્યો છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના આતંરિક મુદ્દા બલૂચિસ્તાને ઉઠાવ્યો છે અને સાથે જ આંતરરાષ્ટ્રીય નિયમોની અવગણના કરવામાં આવી છે.  પાકિસ્તાને એવું પણ કહ્યું છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ નથી પરંતું આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકાર્ય વિવાદ છે.

વિદેશ મંત્રી સુષ્મા સ્વારેજે મહાસભાના 71માં સત્રને સંબંધોતિ કર્યા પછી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની પ્રતિનિધિ મલીહા લોધીએ ટવિટર પર લખ્યું છે કે ભારતીય વિદેશ મંત્રીનું ભાષણ જુઠ્ઠુ અને નિરાધાર છે. સૌથી પહેલું જુઠ્ઠાણું એ છે કે કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. જ્યારે કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વિકારવામાં આવેલો વિવાદ છે. તે સંયુક્ત રાષ્ટ્રના એજન્ડામાં સૌથી જૂનો વિષય છે. સમગ્ર દુનિયા તેને સ્વિકારે છે.

અન્ય એક ટવીટમાં તેમણ પાકિસ્તાનના આંતરિક મુદ્દા બલૂચિસ્તાની વાત કરી છે અને લખ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ખુલ્લેઆમ સુષ્માએ ઉલ્લઘન કર્યું છે. તે વાસ્તવિકતા નથી કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે કોઇ જ શરત મૂકી નથી.

સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભાષણમાં સુષ્મા સ્વરાજે નવાજ શરીફ પર પ્રહારો કર્યા હતા. શરીફે  કાશ્મીરની સ્વાયતતા અને માનવાધિકારનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભાષણમાં ઉછાડ્યો હતો. જેના જવાબમાં સુષ્માએ શરીફને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. કાશ્મીરને પ્રાપ્ત કરવાની પાકિસ્તાનની ઇચ્છા ક્યારે પણ પૂરી નહીં થાય.

 

You might also like