પાકિસ્તાને પુંછ સેકટરમાં ફરી કર્યું ફાયરિંગ, બે જવાન ઘાયલ

પાકિસ્તાને ફરી એકવાર યુધ્ધ વિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાને બુધવારે રાત્રે ફરી ફાયરિંગ કર્યું છે. જેમાં ભારતના બે જવાન ઘાયલ થયા છે. સરહદ પર અંદાજે રાતના 1.30 કલાકની આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાયરિંગનો વળતો જવાબ આપ્યો છે. પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં ભારતના બે જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પાકિસ્તાન દ્વારા પુંછ સેકટરમાં ફાયરિંગ કર્યું છે. તે સિવાય સબ્જિયાન સેકટરમાં પણ ફાયરિંગ કર્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ભારતીય સેનાના લે. કર્નલ મનીષ મહેતાએ જણાવ્યું છે કે ભારતીય સેનાએ પાકિસ્તાન કરેલી ગોળીબારીનો કરારો જવાબ આપ્યો છે. આ અગાઉ પણ પાકિસ્તાન દ્વારા નૌશેરા સેકટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
http://sambhaavnews.com/#myCarousel

You might also like