પાક.ને ચીનનો ઝટકોઃ કાશ્મીર મુદ્દે હવે SCO સમર્થન નહીં કરે

બિજિંગઃ કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાની પાકિસ્તાનની નાપાક કોશિશો સંપૂર્ણપણે નાકામિયાબ થઈ છે. હવે તો પાકિસ્તાનના સૌથી નિકટના મિત્ર રાષ્ટ્ર ચીને પણ પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. ચીની મીડિયાએ જણાવ્યું છે કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માટે શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)નો ઉપયોગ કરી શકે નહીં.

ચીનના નિષ્ણાતોનું કહેવું છે કે એસસીઓ કાશ્મીર મુદ્દામાં આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં ક્યારેય પાકિસ્તાનને સમર્થન આપશે નહીં. પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દો ઉછાળવાનું કોશિશ કરી રહ્યું છે, પરંતુ તેમાં તેને સફળતા મળી નથી.

ભારતનું પણ કહેવું છે કે કાશ્મીર વિવાદ દ્વિપક્ષીય મુદ્દો છે. પરિણામે પાકિસ્તાન અને ભારત જ તેને ઉકેલશે. અત્યાર સુધી પાકિસ્તાનને એવી આશા હતી કે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉછાળવામાં ચીન તેને મદદ કરશે, પરંતુ ગુરુવારથી છ સભ્યોની એસસીઓ શીખર શરૂ થઈ રહી છે અને તેના અગાઉ ચીને સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન એસસીઓનો ઉપયોગ કરી શકશે નહીં.
http://sambhaavnews.com/

You might also like