સૂર્યાસ્ત થતાં જ અશક્ત બની જાય છે બાળકો, પાકિસ્તાનમાં અજીબ બીમારી

કરાચી: પાકિસ્તાનનાં ત્રણ બાળકની રહસ્યમય બીમારીઅે મેડિકલ સાયન્સને પણ ચોંકાવી દીધું છે. અા બાળકો સૂર્યાસ્ત થયા બાદ સંપૂર્ણપણે અશક્ત બની જાય છે. હવે ડોક્ટર અા અજીબ બીમારીની જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છે. અા ત્રણેય બાળક ક્વેટાથી લગભગ ૧૫ કિલોમીટર દૂર મિયાંકૂંદીના િનવાસી શોઅેબ, રાશિદ અને ઇલિયાસ હાશીમ છે.
તે દિવસમાં સામાન્ય બાળકોની જેમ સંપૂર્ણ રીતે ઊર્જાવાન રહે છે પરંતુ સૂર્યાસ્ત થતાં જ ચાલવા ફરવામાં અક્ષમ બની જાય છે. પોતાનાં ગામમાં શાૈર્ય બાળકોનાં નામથી જાણીતાં અા બાળકો રોજ સૂર્યોદયની સાથે હરવા ફરવા લાગે છે.

ત્રણે બાળકોને ઇસ્લામાબાદ સ્થિત પાકિસ્તાન ઇન્સ્ટિટ્યુટ અોફ મેડિકલ સાયન્સમાં તપાસ અને સંભવિત ઇલાજ માટે ભરતી કરવામાં અાવ્યાં છે. સંસ્થાના ડિરેક્ટર જાવેદ અકરમે જણાવ્યું કે અા અેક દુર્લભ બીમારી છે. જેનો અાપણે ક્યારેય સામનો કર્યો નથી અને અમે તેની તપાસ કરી રહ્યા છીઅે. તપાસ માટે એક નવ સભ્યના બોર્ડની રચના કરાઈ છે.
શરૂઅાતી તપાસ મુજબ અા બાળકો માયસ્થેનિયા સિન્ડ્રોમથી પીડાય છે. અત્યાર સુધી દુનિયામાં અાવા ૬૦૦ કેસ નોંધાયા છે.

You might also like