પાક. ક્રિકેટરે પ૦ ઓવરની મેચમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ઇન્ટરક્લબ ચેમ્પિયન‌િશપના મુકાબલામાં ર૬ વર્ષીય બિલાલ ઇર્શાદ અહેમદ નામના ક્રિકેટરે તાબડતોબ બેટિંગ કરીને ઇતિહાસ સર્જ્યો છે. પ૦ ઓવરની મેચમાં આ ક્રિકેટરે ત્રેવડી સેન્ચુરી ફટકારીને વિક્રમ સ્થાપ્યો છે. બિલાલે ૧૭પ બોલમાં નવ છગ્ગા અને ૪ર ચોગ્ગાની મદદથી ૩ર૦ રન બનાવ્યા હતા.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ફઝલ મોહંમદ ઇન્ટરક્લબ ક્રિકેટ ચેમ્પિયન‌િશપ ટૂર્નામેન્ટમાં અલ રહેમાન સીસી વિરુદ્ધ રમતાં શહીદ અલમ બક્સ ક્રિકેટ ટીમના ખેલાડી બિલાલે ઝા‌િકરહુસેન સાથે બીજી વિકેટ માટે ૩૬૪ રનની પાર્ટનર‌િશપ કરી હતી. તેના કારણે ટીમે પ૦ ઓવરમાં પપ૬ રનનો જંગી ખડકલો કરી દીધો હતો.

શહીદ અલમ બક્સ ક્લબે આ મેચ ૪૧૧ રનથી જીતી લીધી હતી. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના ૯૮ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. ઘરેલુ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આ ટૂર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે, જેમાં કુલ ર૮૩૬ ક્લબ વચ્ચે પ,૦૦૦થી વધુ મેચ રમાશે.

વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો સર્વાધિક સ્કોરનો રેકોર્ડ ભારતીય ક્રિકેટ રોહિત શર્માના નામે છે. તેણે ર૦૧૪માં શ્રીલંકા વિરુદ્ધ ર૬૪ રનનો જંગી સ્કોર કર્યો હતો. આ ઉપરાંત મા‌િર્ટન ગુ‌િપ્ટલ, વીરેન્દ્ર સહેવાગ, ક્રિસ ગેઇલ, સચીન તેંડુલકર ડબલ સેન્ચુરી લગાવી ચૂક્યા છે.

ક્રિકેટ એવી રમત છે, જેમાં એવા રેકોર્ડ થાય છે કે જેને સુર‌િક્ષત માનવામાં આવતા નથી કે એક વાર સેટ થઇ જાય પછી તૂટશે નહીં. કોઇ પણ રેકોર્ડ તૂટવામાં સમય જરૂર લાગે છે, પરંતુ કોઇ પણ રેકોર્ડ અતૂટ છે તેમ માની શકાય નહીં.
http://sambhaavnews.com/

You might also like