કોટેશ્વર પાસે પાકિસ્તાન બોટ પકડાઇ

બીએસએફે શુક્રવારે મોડી રાત્રે કચ્છ જિલ્લામાંથી બિનવારસી હાલતમાં એક પાકિસ્તાની બોટ પકડી પાડી છે. કોટેશ્વરના સમુદ્રી તટ પરથી આ બોટ મળી આવી છે. સુરક્ષા એજન્સીઓએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. આ ઘટનના પગલે કોટેશ્વર, નારાયણ સરોવર, લખપતની સરહદના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.  આ સાથે જ ભૂજના સુરક્ષાકર્મીઓ દ્વારા આર્મી કેમ્પની બહારથી જ એક શંકાસ્પદ વ્યક્તિની પણ ઘરપકડ કરવામાં આવી  છે. તેના મોબાઇલમાંથી શંકાસ્પદ ફોટા  મળી આવ્યા છે. બીએસએફના જવાનોએ તેને કેમ્પની આજુબાજુ ફોટા પાડતો ઝડપી પાડ્યો હતો. આ મામલે આર્મી ઇન્ટેલિજન્સ તેની પૂછપરછ કરી રહ્યાં છે. આ પહેલા પણ 25 ફેબ્રુઆરીના રોજ ભારત-પાક સીમા પર એક પાકિસ્તાની બોટ મળી આવી હતી. જેમાં 12 બોમ્બ, 2 રાઇફલ, 8 કારતુસ, 2 મોબાઇલ સાથે એક પાકિસ્તાની નાગરકીનો ઓળખપત્ર પ્રાપ્ત થયો હતો.

You might also like