પાકિસ્તાનના ‘બ્લેક ડે’ સામે ભારતીય સેનાનો ડીપી રાખવા સોશિયલ મીડિયામાં હાકલ

અમદાવાદ: હિઝબુલના આંતકી બુરદાન વાનીનાં એન્કાઉન્ટર બાદ કાશ્મીરમાં હિંસા ભડકી ઊઠી છે. ભારતીય સેનાના વિરોધમાં પાકિસ્તાનમાં લોકો ગુસ્સે ભરાયા છે અને કાશ્મીરીઓ પર થતી હિંસા મામલે કોમેન્ટ થઇ રહી છે. પાકિસ્તાને ૧૯ જુલાઇનાં રોજ ‘બ્લેક ડે’ ઉજવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ભારતીય સોશિયલ મિડિયામાં ‘બ્લેક ડે’ના વિરોધમાં ભારતીય સેનાને બિરદાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

વોટસએપ અને ફેસબુકમાં ભારતીય સેનાનાં ફોટા મુકી અને ભારતીય સેનાનાં સાથે રહી અને સેનાને મજબૂત રહેવા હિંમત આપવા અપીલ કરાઇ છે.
કાશ્મીરમાં થઇ રહેલી હિંસાને લઇ પાકિસ્તાન દ્વારા નિવેદન અને ટવીટ થઇ રહ્યા છે. પાકિસ્તાના વડાપ્રધાન નવાઝ શરીફે ૧૯મી જુલાઇને ‘બ્લેક ડે’ જાહેર કર્યો છે. ૧૯મી જુલાઇ ૧૯૪૭નાં રોજ કાશ્મીરીઓનાં એક મોટા જૂથના રિપ્રેઝેન્ટેટીએ એક રિઝોલ્યુશન પાસ કર્યું હતું જેમાં તેઓએ સોશિયો-ઇકોનોમિક હિતોને ધ્યાનમાં રાખી પાકિસ્તાનમાં ભળવા નિર્ણય કર્યો હતો. જેથી આ દિવસને કાળો દિવસ મનાવવામાં આવનાર છે.

આ ‘બ્લેક ડે’ના વિરોધમાં ભારતમાં સોશિયલ મિડિયામાં વિરોધ શરૂ થઇ ગયો છે. ભારતીય સેનાને આતંકીને ઠાર મારવા બદલ અને હિંસાને રોકવામાં મજબૂત હિંમત આપવા માટે વોટસએપ ગ્રુપ અને ફેસબુકમાં ‘બ્લેક ડે’નાં વિરોધમાં ભારતીય સેનાને બિરદાવવા લોકોને અપીલ કરાઇ છે. પ્રોફાઇલ પિકચરમાં ભારતીય સેનાનો ફોટો મૂકી અને સેનાને‌ હિંમત આપવામાં આવે તેવી અપીલ કરાઇ છે. ઘણા ગ્રુપના અને લોકોએ પોતાના પ્રોફાઇલ પિકચરમાં ભારતીય સેનાનો ફોટો મૂકી અને ‘બ્લેક ડે’ વિરોધમાં ભારતીય સેના સાથે હોવાનું જણાવી રહ્યાં છે.

You might also like