કંદીલ બલોચનો પરિવાર પુત્રને માફ કરવા માટે તૈયાર : સરકારનો ઇન્કાર

ઇસ્લામાબાદ : પાકિસ્તાની તંત્ર દ્વારા સોશ્યલ મીડિયા સેલેબ્રિટી અને મોડલ કંદીલ બલોચની હત્યાનાં મુદ્દે તે પરિવારની અરજી પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુત્રોનાં અનુસાર પાકિસ્તાને ઓનર કિલિંગની વિરુદ્ધ એક અપવાદી પગલું ઉઠાવ્યું છે. કંદીલ બલોચનાં પરિવાર કાયદાકીય રીતે તેનાં હત્યારા ભાઈને માફી આપી શકે છે. જેને સરકાર પણ માન્ય રાખતું હોય છે.

ગત્ત અઠવાડીયે શુક્રવારે રાત્રે મોહમ્મદ વસીમે પોતાની મોટી બહેન કંદીલ બલોચનું ગળુ દબાવીને હત્યા કરી હતી.આ હત્યા બાદ પાકિસ્તાનમાં ઓનર કિલિંગનાં મુદ્દે વિવાદ થયો હતો. પાકિસ્તાન એક ભયાનક રૂઢીવાદી મુસ્લિમ રાષ્ટ્ર છે. 26 વર્ષની કંદીલ બલોચ પાકિસ્તાનમાં રહીને સોશ્યલ મીડિયા પર પોતાનાં ઉત્તેજક વીડિયો અને ફોટો પોસ્ટ કરી હતી.

વસીમે મીડિયા સમક્ષ પોતાનો ગુનો કબુલ કરતા કહ્યું હતું કે તેને બહેનની હત્યા કર્યાનો કોઇ અફસોસ નથી.તેનું કહેવું હતું કે કંદીલનાં કારણે પરિવારની આબરૂ ગઇ હતી. ઉપરાંત હાલમાં જ કંદિલે એક મુખ્ય પાકિસ્તાની મૌલવી અબ્દુલ કવીની સાથે વિડિયો અને ફોટો ફેસબુક પર અપલોડ કર્યા હતા. આવું કંદિલે રમઝાનમાં કર્યું હતું જેનાં કારણે પાકિસ્તાનમાં ભારે હોબાળો થયો હતો.

પોલીસ સુત્રોનું કહેવું છે કે, પાકિસ્તાનનાં સૌથી મોટા પ્રાંત પંજાબની સરકાર કંદિલનાં પરિવારને પોતાનાં હત્યારા પુત્રને માફી નહી આફવા દે. ઓનર કીલિંગનાં કિસ્સામાં પાકિસ્તાનનો કાયદો છે કે પરિવાર ઇચ્છે તો હત્યારા સભ્યને માફ કરી શકે છે. જેનાં કારણે કાયદેસર રીતે તે બચી શકે છે. તેનો પરિવાર પણ માફ કરવા માટે તૈયાર છે જો કે સરકાર તેવું નહી કરવા દે કારણ કે તેનાં પર દબાણ છે.

You might also like