સરકાર અને સેનાના અણબનાવના સમાચારથી ધૂંધવાયું પાકિસ્તાન

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના નવાઝ શરીફ સરકાર અને સૈનિકો વચ્ચે તિરાડના સમાચાર આપનાર જ ડોનના પત્રકાર સિરિલ અલમીડાને દેશ છોડવા માટે રોકી દીધા છે. અલમીડાએ જણાવ્યું હતું કે એક મહત્વની બેઠકમાં આઇએસઆઇને કથિત તરીકે કહેવામાં આવ્યું કે આતંકી સમૂહોને તેના સમર્થનના કારણે દેશ આંતર રાષ્ટ્રીય સમુદાયથી અલગ પડી રહ્યું છે.

સિરિલ અલમીડાએ ટ્વિટ કરીને કહ્યું કે તેમણે એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. આ પાકિસ્તાન સરકારની સીમા નિયંત્રણની વ્યવસ્થા છે, જેના હેઠળ યાદીમાં સમાવેલ દેશ છોડવા માટે રોકવામાં આવે છે. અલમીડાએ ટ્વિટ કર્યું કે ગૂંચવણમાં છું, દુખી છું, ક્યાંય જવાનો ઇરાદો નથી, અહીં મારું ઘર છે. પાકિસ્તાન.

આ ઘટનાના એક સપ્તાહ પહેલા અલમીડાએ ડોનમાં પહેલા પાના પર પાકિસ્તાનના અસૈન્ય અને સૈન્ય નેતૃત્વની વચ્ચે તિરાડ હોવાના સમાચાર લખ્યા હતાં. તેમણે લખ્યું હતું કે આ તિરાડનું કારણ આતંકી સમૂહ છે, જે પાકિસ્તાનથી સંચાલિત થાય છે. પરંતુ ભારત અને અફઘાનિસ્તાન વિરુદ્ધ જંગ છેડે છે. અલમીડાએ 6 ઓક્ટોબરે સૂત્રોના હવાલો આપતાં ધ ડોનમાં લખ્યું હતું કે અસૈન્ય સરકારે સૈન્ય નેતૃત્વને કહ્યું હતું કે આતંકવાદને સમર્થન આપતાં પાકિસ્તાન દુનિયાભરમાં અલગ પડતું જાય છે.

પાકિસ્તાન સરકાર આ સમાચારને ત્યારથી ત્રણ વખત નકારી ચૂકી છે. વિદેશ મંત્રાલયએ આ સમાચારને જોરદાક રીતે નકારી દેતા અટકળોનો કરાર આપ્યો છે. સોમવારે પ્રધાનમંત્રી નવાઝ શરીફે અધિકારીઓને આદેશ આપ્યો કે તે આ સમાચારને છાપનાર જવાબદાર લોકોના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.

એક સત્તાવાર નિવેદન અનુસાર પ્રધાનમંત્રી નવાઝ શરીફએ આ ઉલ્લંઘનનો કડક સંજ્ઞાન લીધો છે અને નિર્દેશ લીધો છે કે એના માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તેમની ઓળખ કરવામાં આવે. અલમીડામાં આ સમાચાર ઉરીમાં 18 સપ્ટેમ્બરે આર્મીના કેમ્પ પર થયેલા હુમલા બાદથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતાં તણાવની પૃષ્ઠભૂમિમાં આવી હતી.

ત્યારબાદ 29 સપ્ટેમ્બરને ભારતના નિયંત્રણ રેખાને પાર સાત આતંકી જગ્યા પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી સેનાએ કહ્યું હતું કે તેને પાકિસતાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહેલા આતંકીઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

You might also like