પાકિસ્તાને કાશ્મીરનો સાચો નકશો બતાવવા પર પુસ્તક કરી Ban!

પાકિસ્તાનના નક્શામાં કાશ્મીરને ભારતનો હિસ્સો દર્શાવતા પાકિસ્તાને આ પુસ્તકપર પ્રતિબંધનું ફરમાન કર્યું છે. પંજાબ પ્રાંતની ખાનગી શાળાઓમાં સમાજ શાસ્ત્ર (સોશિયલ સ્ટડીઝ)ના પુસ્તક પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવા માટે ફરમાન કર્યું છે. આ પુસ્તકમાં પાકિસ્તાનના નક્શામાં કાશ્મીરને ભારતનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. ધોરણ 2, 4, 5, 7 અને 8માં ભણાવવમાં આવતા સમાજ શાસ્ત્રના પુસ્તકમાં વિવાદાસ્પદ અને વાંધાનજક કન્ટેન્ટ છે.

પુસ્તકમાં પાકિસ્તાનના નક્શામાં કાશ્મીરને ભારતનો હિસ્સો દર્શાવાયો છે,’ તેમ પંજાબ કરિક્યુલમ અને ટેક્સ્ટબુક બોર્ડે (PCTB)એ એક જાહેરનામામાં જણાવ્યું હતું. ભારતનો જ હિસ્સો એવા કાશ્મીરને નક્શામાં સાચો દર્શાવાયો હોવા છતાં સરકારની નીતિ વિરુદ્ધ હોવાથી પીસીટીબીએ આ ભૂલ અંગે ખાનગી શાળાઓના સંચાલકો અને પુસ્તકના પ્રકાશકો સામે લાહોર પોલીસમાં ફોજદારી ફરિયાદ દાખલ કરાવી છે. ભવિષ્યમાં આવી ભૂલને અટકાવવા બોર્ડે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ પૂર્વ મંજૂરી વગર સંસ્થાઓમાં આ પ્રકારે પુસ્તક કે મટીરિયલનું પ્રિન્ટિંગ, પ્રકાશન, વેચાણ અથવા ભલામણ કરી શકશે નહીં.

બોર્ડે તમામ જિલ્લા અધિકારીઓને પ્રાંતમાં રહેલી તમામ ખાનગી શાળાઓ અને વેરહાઉસમાં રહેલા સમાજ શાસ્ત્રના પુસ્તકનો જથ્થો જપ્ત કરવા આદેશ કર્યો છે. પીસીટીબીના મેનેજિંગ ડિરેક્ટર અબ્દુલ કૈયૂમે ગુરુવારે એક જાહેરનામું બહાર પાડીને પંજાબ પ્રાંતની ખાનગી શાળાઓમાં સમાજ શાસ્ત્રના પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો.

ઈસ્લામ વિરુદ્ધની કોઈ વાત તેમજ અખંડિતતા કે, પાક.ની સુરક્ષાને નુકસાન પહોંચાડે તેવી સામગ્રીનું પ્રિન્ટિંગ, પ્રકાશન કે વેચાણની બોર્ડે મંજૂરી આપવી નહીં.

You might also like