પાકિસ્તાનનો ભારતીય ચેનોલ પર પ્રતિબંધ : શિવસેનાએ વિરોધ વધાર્યો

નવી દિલ્હી : પાકિસ્તાન દ્વારા ભારતીય ચેનલો પર પ્રતિબંધ લગાવી દેવાયા બાદ શિવસેના વધારે ગિન્નાયુ છે. શિવસેનાનો આક્ષેપ છે કે પાકિસ્તાન ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મુકી શકે, ચેનલો પર પ્રતિબંધ મુકી શકે પરંતુ ભારત આવું પગલું કેમ ન ઉઠાવી શકે. અને જો ભારત આવું પગલું ઉઠાવે તો પાકિસ્તાનનાં પીઠ્ઠુઓ શા માટે તેનો બચાવ કરવા આવી જાય છે.

ભારતીય ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારોનાં કામ કરવા અંગે ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ પાકિસ્તાને તમામ ભારતીય ટીવી ચેનલ્સનાં પ્રસારણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. એનએનઆઇનાં રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA)એ કહ્યું કે જો ટીવી ચેનલ્સ અને ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્કે આદેશનું પાલન નહી કર્યું તો 15 ઓક્ટોબર બાદ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

પાકિસ્તાનનાં સિનેમાઘરોમાં પહેલા જ ભારતીય ફિલ્મોનું પ્રદર્શન અટકાવી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં 8 સિનેમાઘરના માલિક મદવીવાલા એન્ટરટેઇનમેન્ટનાં માલિક નદીમ મંદવીવાલાએ શુક્રવારે રોઇટર્સને જણાવ્યું કેઆ પગલું ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુશર્સ એસોસિએશન (ઇમ્પા)નાં નિર્ણયનો વિરોધ ઉઠાવવામાં આવ્યો છે.

ઉરી હૂમલાનાં વિરોધમાં ઇમ્પાએ એક પ્રસ્તાવ પાસ કરીને ભારતીય ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારો અને ટેક્નિશિયન્સનાં કામ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. બીજી તરફ શનિવારે બપોરે કરાંચીનાં એક ન્યૂઝ પેપર પોલ દ્વારા રિડર્સનાં મંતવ્યો મંગાવવામાં આવ્યા હતા. જે અંગે રિડર્સ વહેંચાયેલા જોવા મળ્યા હતા. 3185 લોકોએ પક્ષમાં મત આપ્યા હતા. તો 3157 લોકોએ વિરુદ્ધમાં મત આપ્યા હતા.

ઉર હૂમલા બાદથી ભારતમાં કેટલાક રાજનીતિક દળો પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યા હતા. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાની ધમકી આપી હતી. શુક્રવારે સલમાન ખાને પાકિસ્તાન કલાકારોનો તેમ કહીને બચાવ કર્યો હતો કે તે કલાકાર છે, આતંકવાદી નહી. સરકાર તેને વિઝા આપે છે. સલમાનનાં આ નિવેદનનો મનસે અને શિવસેનાએ વિરોધ કર્યો હતો.

You might also like