મુંબઈ હુમલામાં પાકે ભારતને ર૪ સાક્ષીઓ મોકલવા જણાવ્યું

ઇસ્લામાબાદ: પાકિસ્તાને ભારતને જણાવ્યું છે કે મુંબઇ હુમલાની સુનાવણી કરી રહેલી આતંકવાદ વિરોધી અદાલત સમક્ષ નિવેદનો નોંધાવવા માટે ભારત તમામ ર૪ સાક્ષીઓને પાકિસ્તાન મોકલે.

ફરિયાદી પક્ષના પ્રમુખ ચૌધરી અઝહરે જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયે તમામ ર૪ ભારતીય સાક્ષીઓને મુંબઇ હુમલાના કેસમાં અદાલત સમક્ષ નિવેદન નોંધાવવાના હેતુથી તેમને પાકિસ્તાન મોકલવા માટે ભારત સરકારને લખી જણાવ્યું છે.

ચૌધરીએ જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ સ્થિત આતંકવાદ વિરોધી અદાલત અગાઉ આ કેસમાં તમામ પાકિસ્તાની સાક્ષીઓના નિવેદન રેકર્ડ કરી ચૂકી છે. પાકિસ્તાનમાં આ કેસની સુનાવણી છ વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહી છે.

અઝહરે જણાવ્યું હતું કે હવે બોલ ભારતના હાથમાં છે. ભારત સરકાર મુંબઇ કેસના તમામ ભારતીય સાક્ષીઓને નિવેદન નોંધાવવા માટે પાકિસ્તાન મોકલે કે જેથી સુનાવણી આગળ ધપી શકે.

You might also like