ખાનગી એલર્ટઃ પાક. સેના-જૈશે મિલાવ્યા હાથ, ભારતીય જગ્યાઓ પર હુમલાનું કાવતરું

પાકિસ્તાની સેના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે ભળીને એલઓસી પર ભારતીય વિસ્તારમાં હુમલો કરી શકે છે. ખાનગી એજન્સીઓએ આ મામલે ચેતવણી જાહેર કરી છે. ખાનગી રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન આર્મી સ્પેશિયલ સર્વિસ ગ્રુપ કમાન્ડર એલઓસી પર અનેક જગ્યાઓ પર હાજર થઇ ગયાં છે. એમની સાથે જૈશનાં આતંકીઓ પણ હાજર છે કે જે ભારતીય સેના વિરૂદ્ધ પણ ઓપરેશન લોન્ચ કરી શકે છે.

ખાનગી રિપોર્ટમાં એવા પણ ઇનપુટ મળેલા છે કે પાકિસ્તાની સેના ભારતીય સેના પર સુસાઇડ એટેક પણ કરાવી શકે છે. પાછલા એક વર્ષમાં જેવી રીતે ભારતીય સેનાએ આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે એનાંથી હલબલી ઉઠતા પાકિસ્તાન હવે એક્શનનાં મૂડ પર આવ્યું છે.

રિપોર્ટ અનુસાર જોઇએ તો પાકિસ્તાન આર્મી સ્પેશિયલ સર્વિસ ગ્રુપનાં જવાન સાદી વર્દીમાં એલઓસી આસપાસ ફરી રહ્યાં છે અને રેકી કરી રહ્યાં છે. જેનાં બાદ તેઓ સીધાં આતંકીઓને જ બોર્ડર ઇનપુટ આપી રહ્યાં છે અને પ્લાન પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની સેનાનો એવો પ્લાન છે કે તેઓ 10 જગ્યાઓ પર હુમલો કરી શકે.

દુધનિયાલ, અથમુકામ, ખારામેરૂ, છિત્રયાન, ચકૌઠી, હળલંગા, નિકાઇલ અને જંદ્રુત જેવી જગ્યાઓ પર આતંકીઓ ફરી રહ્યાં છે. રિપોર્ટનાં જણાવ્યા અનુસાર આ જગ્યાઓ પર છ આતંકીઓ બે ગ્રુપમાં એક્ટિવ છે, આ લોકો કેરન સેક્ટરની સામે અથમુકામ વિસ્તારમાં છે. આનાં સિવાય પણ 3-4 આતંકીઓ બે ગ્રુપમાં છિત્રયાન અને ચકૌઠી વિસ્તારમાં છે.

પાકિસ્તાન સ્પેશિયલ ફોર્સની ટીમે 3 ભારતીય પોસ્ટોની રેકી કરેલ છે. ગયા સપ્તાહે આ ક્ષેત્રમાં આતંકીઓ પણ એક્ટિવ હતાં. હમણાં જ નજીકનાં દિવસોમાં થયેલ DGMO બેઠકમાં ભારતે પાકિસ્તાન આર્મીનાં જવાનોનાં સિવિલ ડ્રેસમાં ફરવાની ફરિયાદ પાકિસ્તાનને કરી હતી.

You might also like