ભારતીય ડ્રોનને તોડી પાડવાનો પાકિસ્તાની સેનાનો દાવો

ઇસ્લામાબાદ : પાકિસ્તાને સરહદ પર એક માનવરહિત ભારતીય ડ્રોન વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે. પાકિસ્તાની લશ્કર સેનાના પ્રમુખ લેફટન્ટ જનરલ અસીમ બાજવાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે ભારતીય માનવરહિત ડ્રોન વિમાનને પાકિસ્તાનના સમય અનુસાર શનિવાર સાંજે 4.45 કલાકે રખચકરી સેકટર પાસે આગાહી પોસ્ટ પાસે પાકિસ્તાન સૈનિકોએ તોડી પાડ્યું હતું. પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતીય ડ્રોન વિમાન તેમની હવાઇ સીમામાં ઘુસી ગયું હતું.

પાકિસ્તાનના દાવા મુજબ ભારતીય ડ્રોન પાકિસ્તાન હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું અને અંદાજે 60 મીટર સુધી અંદર આવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાન સૈન્યએ તેને તોડી પાડ્યું હતું. લેફટન્ટ જનરલ બાજવાએ કહ્યું આ ડ્રોન વિમાન અગાહી ચોકી પાસે પડ્યુ અને પાકિસ્તાન સૈન્યએ તેને કબ્જે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત જુલાઇમાં પાકિસ્તાન સેનાએ એક ભારતીય ટોહી ડ્રોન વિમાનને પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરના ભિબરમાં નિયંત્રણ રેખા પર તોડી પાડ્યાનો દાવો કર્યો હતો. જોકે ભારતે પાકિસ્તાનના આ દાવાને નકારી દીધો છે.

You might also like