પાક સેના અને ISI સાથે મળીને ભારત પર કરી શકે છે આતંકી હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાની સેના પહેલાં પણ ઘણી વખત ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી ચૂકી છે. ત્યારે ફરી એક વખત ગુપ્તચર સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે કે પાકિસ્તાની આર્મી  આઇએસઆઇની મદદથી બંને દેશો વચ્ચે શાંતિ પ્રક્રિયા ભંગ કરવા માંગે છે. ગુપ્તચર એજન્સી દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આઇએસઆઇએસ મોટી સંખ્યામાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકિયોને ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સતત પાકિસ્તાનને ટાર્ગેટ કરી રહ્યું છે. ત્યારે ફરી એક વખત કાશ્મીર પર આતંકિ ખતરો મંડરાઇ રહ્યો છે.

કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકિયોને સ્પષ્ટ નિર્દેશન છે કે તેઓ સેનાના કાફલાને, પોલીસ સ્ટેશન અને સુરક્ષા એજન્સીઓની શિબિરોને નીશાન બનાવે. રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરની આતંકી ગતિવિધિઓ ફરીથી વધી રહી છે. છેલ્લાં કેટલાય સમયથી રાજ્યમાં ઘુસણખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. આતંકિઓ દરેક ખતે સેનાના કાફલા, પોલીસ સ્ટેશનને નિશાન બનાવી રહ્યાં છે.

You might also like