પાકિસ્તાનમાં દાયકાઓ બાદ હિંદુ લગ્ન બિલને મંજૂરી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં દાયકાઓ બાદ હવે લધુમતિ હિન્દુ સમુહ પાસે એક લગ્નનો કાયદો હશે. દેશની સંસદીય પેનલે હિંદુ વિવાહ વિધેયકને મંજૂરી આપી દીધી છે. નેશનલ એસેમ્બલીની કાયદો અને વ્યવસ્થા સંબંધી સ્થાયી સમિતીએ સોમવારે હિંદુ વિવાહ વિધેયક,2015નાં અંતિમ મુસદ્દાને સર્વસંમત્તીથી મંજુરી આપી દીધી છે. આ અંગે વિચાર કરવા માટે ખાસ રીતે પાંચ હિંદુ સાંસદોની પેનલને આમંત્રીત કરવામાં આવ્યા હતા. ડોન સમાચારનાં રિપોર્ટ અનુસાર લગભગ અંત સુધી વિલંબની રણનીતિનો સામનો કર્યા છતા સમિતીએ પુરૂષો અને મહિલાઓનાં લગ્નની લધુતમ ઉમર 18 વર્ષ નક્કી કરવા માટે બે સંશોધન કરવાની સાથે જ તેનો સ્વિકાર કરી લીધો હતો.
આ કાયદો બની ગયા બાદ આખા દેશમાં લાગુ કરી દેવામાં આવશે. આ વિધેયક હવે નેશનલ એસેમ્બલીમાં રજુ કરવામાં આવશે. જ્યાં સત્તાધારી પાકિસ્તાની મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન)નાં સમર્થનથી તે પસાર થાય તેવી શક્યતાઓ છે. હિંદુ સમુહ માટે લાંબા સમયથી રણનીતિ ઘડવામાં આવી હતી. જો કે આ વિલંબ અંગે સંસદીય સમિતીનાં અધ્યક્ષ ચૌધી મહેમુદ બશીરે માફી માંગી હતી. તેમણે જણાવ્યું વિલંબ આપણા મુસ્લિમો અને ખાસ કરીને નેતાઓ માટે યોગ્ય નહોતું. આપણે કાયદો બનાવવાની જરૂર હતી. ન કે તેને અટકાવવાની. જો 99 ટકા લોકો માત્ર એક ટકા લોકોથી ડરી જાય છે તો આપણે પોતાની અંદર ઉંડે સુધી સંશોધન કરવાની જરૂર છે. આપણે પોતે શું હોવાનો દાવો કરી રહ્યા છીએ અને આપણે છીએ શું ?
વિર્ક અને સત્તાધારી પીએમએલ-એનનાં સાંસદ ડૉ. રમેશ કુમાર વાંકવાની આ વિધાયકને મંજુરી અપાવવા અંગે જોર આપતા રહ્યા. પરંતુ અન્ય સંસદીય પાર્ટીના સભ્ય પર આ પ્રકારનો અવાજ ઉઠાવતા રહ્યા. પાકિસ્તાની પીપલ્સ પાર્ટીની ફગુફ્તા જુમાની અને પાકિસ્તાની તહેરિક એ ઇન્સાફનાં અલી મોહમ્મદ ખાન લગ્નને યોગ્ય મનાતી હિંદુ યુવતીની ઉંમર અને વૈવાહીક જોડીમાં કોઇ પણ એક ઇસ્લામ સ્વિકાર કરે ત્યારે વિવાહની સ્થિતી અંગે વિરોધ કરતા રહ્યા હતા. જો કે અંતે આ બિલ પાસ થઇ ચુક્યું છે. જે પાકિસ્તાની હિંદુઓ માટે શુભ સમાચાર છે.

You might also like