ટી-20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમની થઇ જાહેરાત

કરાંચી : આ મહિને આયોજીત એશિયા કપ અને ત્યાર બાદ ટી-20 વર્લ્ડ કપની પાકિસ્તાન ટીમની જાહેરાત થઇ ગઇ છે. પાકિસ્તાની પસંદગીકારોએ 15 સભ્યોની ટીમમાં ઓપનર અહેમદ શહેજાદ અને ફાસ્ટ બોલર ઉમર ગુલને આઉટ કરી દીધા છે. સાથે જ શાહિદ આફ્રીદીને ટી-20 ટીમનો કેપ્ટન બનાવી દીધો છે. પાકિસ્તાની ટીમમાં ફાસ્ટ બોલર રૂમાન રઇન અને હરફમોલા મોહમ્મ્દ નવાઝનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ટેસ્ટનાં દિગ્ગજ બેટ્સમેન ખુર્રમ મંજુરને પણ પહેલી વાર ટી-20 ટીમમાં સમાવવામાં આવ્યો છે. જ્યારે ખરાબ ફોર્મમાં રહેલા શહેજાદ અને ગુલને બહાર કરી દેવાયા છે.
મુખ્ય પસંદગીકાર હારૂન રશીદે કહ્યું કે ટીમ પસંદ કરતા સમયે કેપ્ટન શાહિદ આફ્રીદી અને ટીમ મેનેજમેન્ટ સાથે મંત્રણા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે એશિયા કપ અને ટી20 વર્લ્ડની પરિસ્થિતી અને ખેલાડીઓનાં પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરાવામાં આવી છે. ટીમમાં યુવાનોને તક આપવામાં આવી છે સાથે અનુભવી ખેલાડીઓને સમાવવામાં આવ્યા છે. જેથી ટીમ એક મજબુત ટીમ બની છે. ટીમમાં યુવાનો અને અનુભવી ખેલાડીઓનું સારૂ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 8 માર્ચથી ભારતમાં ચાલુ થઇ રહેલી ICCટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની પહેલી મેચ 16 માર્ચે ક્વોલિફાયર ટીમ સાથે થશે. પાકિસ્તાનની બીજી મેચ 19 માર્ચે ભારતની વિરુદ્ધ હશે. ઉલ્લેખનીય છેકે પાકિસ્તાન 2007માં ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની સામે હારી ગયું હતું. પરંતુ ત્યાર બાદ પાકિસ્તાને ઇંગ્લેન્ડમાં આ ખિતાબ પોતાને નામ કર્યો હતો.
ટીમ
શાહિદ આફ્રીદી (કેપ્ટન), ખુર્રમ મંજૂર, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, ઉમર અકમલ, સરફરાઝ અહેમદ, બાબર આઝમ, ઇફ્તિખાર અહેમદ, ઇમામ વસીમ, અનવર અલી, મોહમ્મદ ઇરફાન, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર, મોહમ્મદ નવાઝ, રૂમાન રઇસ

You might also like