પાકિસ્તાન અને અફધાનમાં ફરી વખત ભૂકંપનો આંચકો

ઇસ્લામાબાદ : પાકિસ્તાન અને અફધાનિસ્તાન આજે ફરી એકવાર પાંચની તીવ્રતાના આંચકાથી હચમચી ઉઠયા હતા. અમેરિકાના ભૂકંપ સંબંધિત વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, ભૂકંપનું કેન્દ્ર અફધાનિસ્તાનમાં જારમથી ૩૨ કિલોમીટરના અંતરે સ્થિત હતું. પેશાવર, માલાકંદ, માનશેરા, હરિપુર, શ્વાત, અબોટાબાદમાં પણ આંચકા અનુભવાયા હતા. વર્ષ ૨૦૧૬ની શરૃઆત થયા બાદથી પાકિસ્તાનમાં ત્રીજો ભૂકંપનો આંચકો આવી ચુકયો છે.

ગયા વર્ષે ઓકટોબર મહિનામાં ૭.૫ની તીવ્રતાનો આંચકો પાકિસ્તાન અને અફધાનિસ્તાનમાં આવ્યો હતો જેમાં ૩૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ધાયલ થયા હતા. પાકિસ્તાનમાં આજે આવેલા આંચકાના કારણે લોકો હચમચી ઉઠયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૬મી ડિસેમ્બરે પણ પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિકટર સ્કેલ પર ૬.૫ની તીવ્રતા ધરાવનાર ભૂકંપના કારણે પાકિસ્તાનના ઉત્ત્।ર-પશ્ચિમી શહેર પેશાવરમાં સૌથી વધારે નુકસાન થયું હતું.

શહેરમાં ભૂકંપના કારણે અનેક જગ્યાએ ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી. જેના લાકારણે ૧૦૦ લોકો ધાયલ થયા હતા. અગાઉ પણ અફધાનિસ્તાન- તઝાકિસ્તાનમાં મુખ્યનું કેન્દ્ર રહ્યું હતું. પહાડી વિસ્તારોમાં સૌથી વધારે આંચકાનો અનુભવ થયો હતો. બીજી જાન્યુઆરીના દિવસે પણ

પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો જેની તીવ્રતા ૫.૮ જેટલી નોંધાઈ હતી. પાકિસ્તાનમાં વારંવાર આંચકા હાલમાં નોંધાઈ રહ્યા છે જેના લીધે ભારતની જેમ પાકિસ્તાનમાં પણ ખતરો તોળાઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાનમાં મોટા ભૂકંપની દહેશત હાલમાં જ દેખાઈ રહી છે.

You might also like