હવે અમેરિકા પાક.ને એફ-૧૬ વિમાનો આપવાનું બંધ કરશે

નવી દિલ્હીઃ જો ભારત અમેરિકા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા એફ-૧૬ ફાઈટર વિમાન ખરીદશે તો તેનો સ્પષ્ટ અર્થ એ થયો કે હવે પાકિસ્તાન એરફોર્સ આ વિમાનના આધુનિક મોડલને અમેરિકા પાસેથી મેળવી શકશે નહીં. અમેરિકા છેલ્લાં ૩૩ વર્ષથી એફ-૧૬ વિમાનનો ઉપયોગ કરી રહ્યું છે.

આ સંજોગોમાં પાકિસ્તાન એરફોર્સ આ વિમાનના આધુનિક મોડલને અમેરિકા પાસેથી પ્રાપ્ત કરી શકશે નહીં, કારણ કે લોકહિડ માર્ટીને ભારત સરકાર સમક્ષ એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે કે કંપની મેક ઈન ઈન્ડિયા પોલિસી હેઠળ એફ-૧૬ની સંપૂર્ણ મેન્યુફેક્ચરિંગ લાઈન અમેરિકાના ફોર્ટવર્થથી ભારતને ટ્રાન્સફર કરવા માગે છે. આ સંદર્ભમાં લોક‌િહડ કંપની વિમાનના ભાગોનું ઉત્પાદન કરનાર યુનિટ જે વિવિધ દેશોમાં આવેલા છે તેને તબક્કાવાર ભારતમાં તબદિલ કરશે. ભારત અને અમેરિકા ૧૪૫ અલ્ટ્રાલાઈટ હોવિત્ઝર તોપની ખરીદી માટેના કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. આ સોદો રૂ. ૫,૦૦૦ કરોડનો હશે.

You might also like