ક્રિસમસ પર કુલભૂષણ માતા અને પત્ની સાથે કરશે મુલાકાત, પાકિસ્તાને આપી પરવાનગી

ન્યૂ દિલ્હીઃ પાકિસ્તાનની જેલમાં જાસૂસીનાં ગંભીર આરોપમાં બંધ ભારતીય નૌસેનાનાં પૂર્વ કમાન્ડર કુલભૂષણ જાધવ 25 ડિસેમ્બરે પોતાની મા અને પત્ની સાથે મુલાકાત કરશે. પાકિસ્તાને જાધવની મા અને પત્નીને કુલભૂષણને મળવાની પરવાનગી આપી દેવાઇ છે.

પાકિસ્તાન વિદેશ કાર્યાલયનાં પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે મીડિયાને જણાવ્યું કે આ મુલાકાત દરમ્યાન ભારતીય ઉચ્ચાયોગનો એક કર્મચારી પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સૈન્ય અદાલતે જાધવને પાકિસ્તાનમાં જાસૂસી અને આતંકવાદી ગતિવિધિઓમાં શામે થવાનાં આરોપને લઇ મોતની સજા સંભળાવી છે.

વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને એમ જણાવ્યું હતું કે તે આ બે મહિલાઓનાં પાકિસ્તાન પ્રવાસ દરમ્યાન એમની સાથે પૂછપરછ ના કરે અથવા તેમને પરેશાન ન કરે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશકુમારે ગુરૂવારનાં રોજ જણાવ્યું કે ભારતે પાકિસ્તાનને એવું પણ કહ્યું છે કે આ મુલાકાત દરમ્યાન આ બંને મહિલાઓ સાથે ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગનાં એક રાજનયિકને સાથ આપવાની અનુમતિ આપવામાં આવે.

શુક્રવારે પાકિસ્તાન દ્વારા કુલભૂષણની મા અને પત્નીને પાકિસ્તાન દ્વારા વીઝા આપવા મુદ્દે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને જાણકારી આપી.

You might also like