પાકિસ્તાન વધારી તાકાત, એર ફોર્સમાં સમાવેશ થયો 16 નવા જેએફ-17 થંડર જેટ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની સેના સતત પોતાની તાકાતમાં વધારે કરતી રહી છે. એ હેઠળ પાકિસ્તાનના કામરા એરબેસ પર આયોજિત એક કાર્યક્રમમાં પાકિસ્તાનની 14 મી સ્કવાડ્રન એરફોર્સમાં 16 નવા જેએફ-17 થંડર ફાઇટર જેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન એરફોર્સ પાસે પહેલાથી 70 જેએફ 17 થંડર ફાઇટર જેટ હાજર છે. આ વાતની જાણકારી રેડિયો પાકિસ્તાને આપી છે.

આ પ્રસંગે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ અને પાકિસ્તાની વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ સોહેલ અમન પણ હાજર હતા. આ પ્રસંગે પાકિસ્તાની એરફોર્સમાં સમાવેશ થનારા નવા જેએફ 17 થંડર જેટને દેખાડવામાં પણ આવ્યા. જેએફ 17 ઓપરેશનલ થંડર જેટને પાકિસ્તાન અને ચીને મળીને બનાવ્યું છે.

એને બનાવવાનું કામ વર્ષ 1999માં શરૂ થઇ ગયું હતું. અને આ જહાજે 2003માં એની પહેલી ઉડાણ ભરી હતી.

પાકિસ્તાની વાયુસેનાને બ્લોક એકમાં જેએફ 17એસ વર્ષ 2007માં મળી ગયું હતું અને બાદમાં એને અપગ્રેડ કરવાનું કામ વર્ષ 2013માં શરૂ થઇ ગયું હતું. આ લડાકૂ જહાજમાં એર ટૂ એર રિફ્યબલિંગ, ડેટા લિંક, ઇલેક્ટ્રોનિક વારફેર યોગ્યતા અને લોડ ક્ષમતા વધારવાની યોગ્યતા હોય છે.

You might also like