જમ્મુના પલ્લનવાલામાં PAK તરફથી ફરી એક વખત ફાયરિંગ

જમ્મુ: પાકિસ્તાને ફરી એક વખત સીમા પર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુના પલ્લનવાલા સેક્ટરના કેટલાક વિસતારમાં સીમા પરથી સતત ફાયરિંગ થઇ રહ્યું છે.

પાકિસ્તાની સૈનિકો તરફથી પલ્લનવાલા સેક્ટરના બડવાલ, ચન્ની, ગિગરાઇલ, હમીરપુર, દેવાનૂ, મગયારમાં ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. સીમા પારથી મોટાર અને ગોળા ફેંકવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન તરફથી જમ્મુની સરહદ પર આવેલા ગામોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

સિઝફાયરનું ઉલ્લંઘન મંગળવાર સવારથી ચાલુ છે, સવારે 5 વાગ્યાથી પાકિસ્તાન તરફથી નોશેરા સેક્ટરના કલસિયા ગામમાં ફાયરિંગ ચાલુ છે. દિવસમાં ફાયરિંગ થવાની ઘટના ઝડપી થઇ રહી છે. તો બીજી બાજુ આતંકી હુમલાની આશંકાને જોઇને શ્રીનગરને હાયએલર્ટ કરવામાં આવ્યું છે. સેનાને મળતી ખાનગી જાણકારી પ્રમાણે લશ્કર જમ્મુ કઆશ્મીરની રાજધાની શ્રીનગરમાં આત્મઘાતી હુમલો કરાવી શકે છે. એલર્ટ બાદ શહેરમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દરેક સ્થળ પર પોલીસ અને સેના ચટેકિંગ કરી રહી છે.

ભારતના સર્જિકલ સ્ટ્રાઇર પછી પાકિસ્તાન તરફથી આ 6ઠ્ઠી વખત સિઝપાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 28 સપ્ટેમ્બરની રાતે ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકીઓના 8 લોન્ચ પેડ્સને નિશાન બનાવ્યા હતા જેમાં 50થી વધુ આતંકી માર્યા ગયા હતા.

You might also like