પાકિસ્તાને ભાગલાવાદીઓ સાથે ફરીથી મંત્રણા કરી

નવી દિલ્હી : ભારત સાથે એનએસએ સ્તરની વાર્તાની અનિશ્ચિતતાને અવગણીને પાક. જમ્મુ-કાશ્મીરના અલગાવાદી નેતાઓને મળવામાં ઉત્સુક બન્યા છે. ગઈકાલે ભારતમાં પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ બાસીતે કાશ્મીરી અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની પોતાની માંદગીની સારવાર કરવા માટે દિલ્હીમાં છે આ મુલાકાતમાં બંને વચ્ચે કાશ્મીરના મુદ્દે પણ ચર્ચા થઇ છે.

સૈયદ અલીશાહ ગિલાની સાથે વાતચીત દરમ્યાન અબ્દુલ બાસીતે ઇચ્છા વ્યકત કરી કે ભારત-પાકિસ્તાન વાતચીત દ્વારા જમ્મુ-કાશ્મીરના વિવાદનો પ્રશ્ન હલ કરશે. બાસિતે એ પણ આશ્વાસન આપ્યું કે પાકિસ્તાન કાશ્મીરના લોકોને નૈતિક, રાજનૈતિક અને રણનૈતિક સહયોગ આપતું રહેશે. કોઇપણ સમાધાન રાજયના લોકોની સંમતિ વગર નીકળશે નહિ અગાઉ પણ બાસીત હુર્રિયત સભ્ય મીરવાઇઝ ઉમર ફારુખને પણ મળ્યા હતાં.

અગાઉ પણ ઓગસ્ટ ર૦૧૪માં હુર્રિયત નેતાઓને મળવાના મામલે ભારત-પાક. વચ્ચેની એનએસએ વાર્તા રદ થઇ હતી. અયાઝ અકબરે જણાવ્યું કે અંદાજે દોઢ કલાક સુધી બાસિત સાથે વાતચીત દરમ્યાન ગિલાનીએ કહ્યું કે ભારત કાશ્મીર વિવાદ પર વાતચીત અને સમાધાન માટે ગંભીર નથી. તેઓએ કહ્યું વાર્તા ભારત માટે ટાઇમ પાસ છે. જો ભારત ગંભીર થયું હોત તો તે કાશ્મીરને વિવાદાસ્પદ માની ચુકયું હોત અને તેને પોતાનો ભાગ કહેતું નહીં.

અકબરે એ પણ જણાવ્યું કે ગિલાનીએ બાસીતને કહ્યું છે કે વાતચીત થવાથી કાશ્મીરીઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા અત્યાચારથી ધ્યાન બે ધ્યાન થશે. તેઓએ કહ્યું કે ભારત સાથે વાતચીત માટે કાશ્મીર વિવાદ સૌથી મહત્ત્વનો મુદ્દો છે.

You might also like