વધુ એક પાકિસ્તાની બ્યુટી સબાની બોલિવૂડમાં એન્ટ્રી

અત્યાર સુધી ઘણી પાકિસ્તાની અભિનેત્રીઓએ બોલિવૂડમાં નસીબ અજમાવવાની કોશિશ કરી છે. ખૂબ જ જલદી તેમાં વધુ એક નામ ઉમેરાવા જઇ રહ્યું છે. કેટલીક પાકિસ્તાની અભિનેત્રીઓ હિટ થઇ છે તો કેટલીક ‘વન ફિલ્મ વંડર’ બનીને દેશ ભેેગી થઇ ગઇ. કેટલીક હીરોઇનો તો ક્યારે આવી અને ક્યારે ગઇ તેની કોઇને જાણ પણ ન થઇ તો કેટલીક અભિનેત્રીઓની ખરેખર શાનદાર કારકિર્દી પણ રહી.

હવે પાકિસ્તાનની એક હોટ અભિનેત્રી સબા કમર બોલિવૂડમાં પ્રવેશી રહી છે. તે ઇરફાન ખાન સાથે ડેબ્યૂ કરશે. સબા ફિલ્મ ‘મંટો’માં નૂરના રોલથી લાઇમ લાઇટમાં આવી હતી. બોલિવૂડમાં તે નિર્માતા દિનેશ વિઝન અને ભૂષણ કુમારની આગામી ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તે ઇરફાન સાથે રોમાન્સ કરતી દેખાશે. ફિલ્મના નિર્દેશક ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ’ અને ‘શાદી કે સાઇટ ઇફેક્ટ્સ’ જેવી મજેદાર ફિલ્મ બનાવનાર સાકેત ચૌધરી છે.

નિર્માતાઓના જણાવ્યા મુજબ સબા એ કેરેક્ટર માટે પરફેકટ છે, જે નિર્દેશકોના માઇન્ડમાં હતું. સબાની સ્ક્રીન પ્રેઝન્ટ અને આત્મવિશ્વાસથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે. •

You might also like