સુષમા સ્વરાજની મદદને ભારતની નવી ચાલ ગણાવતું પાકિસ્તાન

ઈસ્લામાબાદ: ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ તરફથી સરહદ પારના દર્દીઓને મેડિકલ વિઝા અપાવવામાં કરવામાં આવતી મદદને પાકિસ્તાને ભારતની નવી ચાલ ગણાવી છે. પાક.ના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત અમને આ રીતે બેવકૂફ બનાવી નહિ શકે. પાકિસ્તાનનું આ નિવેદન હાફિઝની મુકિતના થોડા કલાકો બાદ જ બહાર આવ્યું છે.

ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની વિદેશના દર્દીઓને આ રીતે મદદ કરવાની ઉદારતાની વિશ્વના અન્ય દેશમાં પ્રશંસા થઈ રહી છે ત્યારે પાકિસ્તાન તરફથી થયેલા આવા આક્ષેપને આશ્ચર્યજનક માનવામાં આવે છે. કારણ છેલ્લાં કેટલાક મહિનાથી સુષમા સ્વરાજે અનેક પાકિસ્તાની નાગરિકોને મેડિકલ વિઝા આપીને તેમને મદદ પૂરી પાડી છે અને તેના બદલામાં પાકિસ્તાની નાગરિકોએ સુષમા સ્વરાજનો આભાર પણ માન્યો છે. આ ઉપરાંત સુષમા સ્વરાજ ટિવટર પર નિય‌િમત રીતે પાકિસ્તાની નાગરિકોને મેડિકલ વિઝા અપાવવામાં મદદ કરતા જોવા મળે છે.

You might also like