ICJમાં ભૂંડા હાલ થયા બાદ પાકે. અણુહથિયારનો મુદ્દો ઉપાડ્યો

ઇસ્લામાબાદ : જાધવ મુદ્દે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભુંડા હાલ થયા બાદ પાકિસ્તાનની પરિસ્થિતી ખરાબ થઇ છે. હવે શું કરવું તે મુદ્દે તે ધુંધવાઇ ગયું છે. પોતાની ખીઝ ઉતારવા માટે પાકિસ્તાન પર ધડ માથા વગરનાં આક્ષેપો કરી રહ્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ હેઠળ શાંતિનાં ઇરાદાધી મળેલા ન્યુક્લિયર સામગ્રીનો ભારત ખોટો ઉપયોગ કરી રહ્યું છે અને તેનો ઉપયોગ હથિયાર બનાવવા માટે કરી રહ્યું છે.

પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારત શાંતિપુર્ણ કાર્યો માટે મળી રહેલી પરમાણુ સામગ્રીનો ઉપયોગ પરમાણુ હથિયાર બનાવવા માટે કરી રહક્યું છે. જેનાં કારણે હાલ તે વિશ્વનો સૌથી વધારે ઝડપથી હથિયાર બનાવી રહેલો દેશ બની ગયો છે. તેનો પરમાણુ હથિયારનો ભંડાર ઝડપી વધી રહ્યો છે. ભારત પાસે હાલમાં 2600 પરમાણુ બોમ્બ બની શકે તેટલું યૂરેનિયમ પડેલું છે. પોતાનાં દાવાની પૃષ્ટી માટે તેણે એક અમેરિકન સંસ્થાનો અહેવાલ પણ ટાંક્યો હતો.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાનફીસ જકારિયાએ કહ્યું કે 2008માં ભારત પરમાણુ પુરવઠ્ઠા સમુહ સાથે શાંતિપુર્ણ કાર્યો માટે કરાર કરી ચુક્યું છે. જો કે હવે તે પરમાણું ઇધણનો ઉપયોગ તે ઘાતક હથિયારો બનાવવા માટે કરી રહ્યું છે. જેનાં કારણે પાકિસ્તાનનાં સુરક્ષાનો ખતરો વધી જાય છે. તેણે પરમાણુનો ઉપયોગ અસુરક્ષીત રિએક્ટરમાં કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. જકારિયાએ પોતાની વાતનાં સમર્થમાં અમેરિકાનાં હાવર્ડ કેનેડી સ્કૂલનો અહેવાલ પણ રજુ કર્યો હતો.

You might also like