હાફિઝ સઈદ આતંકી છેઃ લાહોર હાઈકોર્ટમાં પાક.ની કબૂલાત

લાહોર: લાહોર હાઈકોર્ટને લખેલા એક પત્રમાં પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે હાફિઝ સઈદ આતંકી હોવાનું જણાવ્યું છે. લાહોર હાઈકોર્ટને આ પત્રમાં પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે જાણ કરી છે કે હાફિઝ સઈદ આતંકી પ્રવૃ‌િત્તમાં સંકળાયેલો છે.
વાસ્તવમાં જમાત-ઉદ-દાવા (જેયુડી)ના પ્રમુખ હાફિઝ સઈદે કોર્ટમાં એવો દાવો કરતી એક પિટિશન દાખલ કરી હતી કે તેને કેટલાય મહિનાથી ગેરકાયદે કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આ પિટિશન પરના જવાબમાં પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે હાફિઝ સઈદ આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ છે.

ગૃહ મંત્રાલયે લાહોર હાઈકોર્ટને પત્રમાં જણાવ્યું છે કે હાફિઝ સઈદને એ‌િન્ટ ટેરરિઝમ એક્ટ હેઠળ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. હાફિઝ સઈદ પર પાકિસ્તાનમાં શાંતિને અસ્થિર કરવાનો આરોપ છે. પોતાના પત્રમાં ગૃહ મંત્રાલયે કબૂલ્યું છે કે હાફિઝ સઈદનું આતંકી સંગઠન જેયુડી આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ છે એવું માનવાને તેની પાસે કારણ છે.

http://sambhaavnews.com/

You might also like