ત્રાસવાદી જૂથોની મદદ માટે પાક. વિદ્યાર્થીઓને તાલીમ આપે છેઃ US

ઈસ્લામાબાદ: પાકિસ્તાન પોતાના યુનિવર્સિટી લેવલના વિદ્યાર્થીઓને ભારત વિરોધી ત્રાસવાદી જૂથોને સપોર્ટ કરવાની તાલીમ આપી રહ્યું છે એવો ચોંકાવનારો દાવો યુએસ નેશનલ સિક્યોરિટીનાં સૂત્રોએ કર્યો છે.

એ વાતના પાકા પુરાવા છે કે પાક. જાસૂસી સંસ્થા આઈએસઆઈ ફેસબુક અને ટ્વિટર દ્વારા લોકોને લશ્કર-એ-તોઈબા તેમજ જમાત-ઉદ-દાવા જેવા ત્રાસવાદી જૂથોને સપોર્ટ કરવા માટે તૈયાર કરી રહી છે.

મુંબઈ ત્રાસવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ હા‌િફઝ સઈદ આ બંને સંગઠનો ચલાવે છે. યુએસ નેશનલ સિક્યોરિટી વિભાગે આ ખુલાસો એવા સમયે કર્યો છે જ્યારે તાજેતરમાં જ પાકિસ્તાનના લશ્કરી વડા રાહિલ શરીફ ઓબામા વહીવટીતંત્રના કેટલાય મોટા અધિકારીઓને મળ્યા હતા.
પાકિસ્તાન યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ શખસ મલિક સલમાન જાવેદે તાજેતરમાં ‘સ્ટ્રેટજેમ’ નામનું એક ઓનલાઈન મેગેઝિન શરૂ કર્યું છે.

You might also like