ભારત દક્ષિણ એશિયા પર ધાક જમાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે : અઝીઝ

ઇસ્લામાબાદ : આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની વધી રહેલી સાખનાં કારણે ગીન્નાયેલા પાકિસ્તાને નવીદિલ્હી પર આરોપ લગાવ્યો છે. વડાપ્રધાન શરીફનાં વિદેશ મામલાનાં સલાહકાર સરતાજ અઝીઝે હવે કહ્યું કે ભારત હંમેશાથી દક્ષિણ એશિયામાં પોતાનું વર્ચસ્વ જમાવવાનાં પ્રયાસો કરતું રહ્યું છે. એક ટીવી ચેનલની સાથે ચર્ચા દરમિયાન અઝીઝે જણાવ્યું કે પાકિસ્તાન ભારતનાં પ્રભુત્વવાદી વલણને પ્રભાવશાળી રીતે ફગાવતું રહ્યું છે. આ દરમિયાન દેશનાં હિતોની સંપુર્ણ રક્ષા કરવામાં આવી રહી છે.

પાકિસ્તાને કાશ્મીર અને પરમાણુ મુદ્દે પોતાનાં હિતોની સફળતાપુર્વક રક્ષા કરી છે જે મોટી સફળતા છે. તેમણે અફઘાન શરણાર્થિઓને દેશની સુરક્ષા માટે ખતરો જણાવ્યો હતો. આદિવાસી વિસ્તારમાં આવેલી શરણાર્થી શીબીરો આતંકવાદીઓ માટે સુરક્ષીત ઠેકાણા બની ચુકી છે. તેમને પાછા મોકલવા માટે કોઇ નક્કર કાર્યાયોજન બનાવવાની જરૂર છે.પાકિસ્તાનમાં લગભગ 50 અફઘાન શરણાર્થીઓ છે.

અઝીજે દાવો કર્યો કે હાલની સરકાર જ્યારે સત્તામાં આવે તો તેણે નક્કી કર્યું કે તે કોઇ બીજાનાં કામમાં દખલ નહી દેવાની નીતી પર ચાલશે. તેનો અર્થ એ છે કે પાકિસ્તાન બીજા કોઇની લડાઇમાં હાથો બનીને નહી લડે. અત્રે ઉલ્લેખનીય અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી આતંકવાદ મુદ્દે ધર્ષણ ચાલતું જ રહે છે. અફધાનો દ્વારા પાકિસ્તાનનાં ઘણા વિસ્તારોમાં હૂમલાઓ કરવામાં આવતા હોય છે.

You might also like