સઇદની ધરપકડ પર ભારતની પ્રતિક્રિયા: ભરોસાપાત્ર કાર્યવાહી કરે

નવી દિલ્હી : સોમવારે રાત્રે પાકિસ્તાને જમાત ઉદ દાવા પ્રમુખ હાફિઝને નજર કેદ કરી આતંકવાદ વિરુદ્ધ પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાનાં પ્રયાસો કર્યા હતા. આ મુદ્દે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપનું કહેવું છે કે પાકિસ્તાન પફીઝ સઇદ અને અન્યની નજરબંદી પહેલા પણ કરી ચુક્યું છે. આતંકવાદી સંગઠનો પર કડક કાર્યવાહી કરીને તેની ગંભીરતાનો પુરાવો આપવો પડશે.

પાકિસ્તાનનાં મીડિયાએ જમાત ઉદ દાવા પ્રમુખ હાફિઝ સઇદને નજરકેદ ભારત – પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડો થવાની આશા છે. મુંબઇ હૂમલામાં માસ્ટર માઇન્ડના સમર્થકોએ સરકારનાં આ નિર્ણયને ભારત અને અમેરિકાનાં દબાણમાં લેવાયેલો નિર્ણય ગણાવતા મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલુ કરી દીધા છે.

સઇદે સોમવારે તેમના લાહોર ખાતેના મુખ્ય મથક પર નજરબંધ કરવામાં આવ્યા હતા. તેને તેનાં ઘરે સ્થાનાંતરિક કરવામાં આવ્યા અને આ સાથે જ પ્રાંતમાં અધિકારીઓએ તેને ઉપજેલ જાહેર કરી દીધા છે. તે ઉપરાંત પ્રાંતીય અધિકારીઓએ લાહોરનાં રસ્તાઓ પરથી જમાત ઉદ દાવાએ બેનર હટાવવાનું પણ ચાલુ કરી દીધું છે.

ઉપરાંત પ્રાંતીય અધિકારીઓએ લાહોરનાં રસ્તાઓ પરથી જમાત ઉદ દાવાનાં બેનર હટાવવાનાં પણ ચાલુ કરી દીધા છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાન તરફથી આ પગલું અમેરિકાનાં વધેલા દબાણ બાદ લેવાયું છે.

You might also like